વિજયા દશમી-જામનગરમાં યોજાશે રાવણદહન

પ્રદર્શન ગ્રાઉન્ડ માં રાવણદહન ની ઉજવણી કરશે સિંધી સમાજ
જામનગર (નયના દવે)
રાજા મહારાજા સંતો સજ્જનો વિરો મહાપુરુષોની ગાથા સાથે સંળાયેલ સૌરાષ્ટ્ર ના પેરિસ ગણાતા છોટાકાશી જામનગર માં સાત દાયકાઓથી દશેરા પર્વ પર રાવણદહન કરી અધર્મ પર ધર્મ નો વિજય,અન્યાય પર ન્યાય નો વિજય, અસત્ય પર સત્ય નો વિજય, પાપ પર પુણ્ય નો વિજય, અત્યાચાર પર સદાચાર નો વિજય, ક્રોધ પર દયા અને ક્ષમા નો વિજય પ્રતીક વિજયા દશમી નો તહેવાર ની ઉજવણી સિંધી સમાજ કરતું આવ્યું છે જે આ વર્ષે શહેર નાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ફરી સમગ્ર શહેર જિલ્લા ના સનાતનીઓ સાથે ધુમધુમ થી ઉજવાશે.
આ વર્ષે સિંધી સમાજ દ્વારા પ્રમુખ ઘનશ્યામદાસ ગંગવાણી નાં અધ્યક્ષ સ્થાને તારીખ ૧૨ ઓક્ટોમ્બર ગુરુવાર ના રોજ દશેરા ઉજવણી ને લઈ શહેરના સ્વામી લિલાશાહ ધર્મશાળા ખાતે સમસ્ત સમાજ ની આયોજન નાં ભાગરૂપે બેઠક મળી હતી, જેમાં ગત વર્ષે સંજોગો કારણ પ્રણામી ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાઈ હતી ત્યાર બાદ આ વર્ષે મૂળસ્થાન શહેર ના મધ્યે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ૨૪ઓક્ટોમ્બર ના વિજયાદશમી રાવણદહન નું આયોજન નક્કી કરવામાં આવ્યું છે.જેમાં દર વર્ષ જેમ આ વર્ષે પણ શહેરભર માં મુખ્ય માર્ગો પર રામાયણ ના પાત્રો સાથે રામસવારી પરિભ્રમણ કરી અંતે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વિજયાદશમી વિધાને અનુકરણી પ્રભુ શ્રીરામ પાત્ર દ્વારા તીર કમાંડ ચાપી દહન વિધિ કરવામાં આવે છે.
સમગ્ર આયોજન મિટિંગે સિંધી સમાજ ના ચેરમેન પૂર્વ વિકાસમંત્રી પરમાનંદ ખટ્ટર, સેક્રેટરી કિશોર સંતાણી, ઉપપ્રમુખ ઉધવદાસ ચંદીરામાણી, કરમચંદ ખટ્ટર, હેમંત દામાણી, હરેશ ગનવાણી, પ્રકાશ હકાણી, મિતેષ ભદ્રા, ખજાનચી ચેતનદાસ મુલચંદાણી, લીગલ એડવાઈઝર મહેશ તખ્તાણી, તથા સમાજ ના સેક્રેટરી કીશનચંદ ધીંગાણી, મનીષ રોહેરા, મુકેશકુમાર લાલવાણી, શંકરલાલ મંગે, પરસોતમ કકનાણી, દ્રોપદી સંતાણી, સહિત પ્યારેલાલ રાજપાલ, માયાબેન ધિંગાણી, ધનરાજ મંગવાણી, ચેતન શેઠીયા, ભગવાનદાસ ભોલાણી હાજર રહ્યા હતા.
આ ઉજવણી સંદર્ભે રામાયણ સહિત અનેક વેશભૂષા ધારણ કરી પાત્ર ભજવવા જે કોઈ નાના મોટા ભાઈઓ બહેનો વડીલોને પાત્રમાં ભાગ ભજવવા ઈરછુક માટે સમાજ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે ઈરછુકે વ્યવસ્થાપકો ના સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે. જેમના સંપર્ક કાંતિલાલ આસવાણી મો.૯૯૯૮૮ ૭૨૧૬૪ તથા પીન્ટુ સિંધાણી મો.૯૯૨૪૭૮૪૯૩૩ અને કૈલાશ મંદિયાણી મો.૮૨૦૦૦ ૪૭૪૬૩ નો સમપર્ક સાધવો. તેમ સિંધી સમાજ ના મીડિયા સેલ ના કપિલ મેઠવાણી દ્વારા અખબાર યાદી માં જણાવ્યું છે
@_______________
BGB
gov.accre.journalist
jmr
8758659878









