BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ વિદ્યાલય, વિસનગરમાં અમૃત મહોત્સવ અંતર્ગત નવરાત્રી કાર્યક્રમ યોજાયો

17 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં અમૃત મહોત્સવ અંતર્ગત નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. જેમાં કેળવણી મંડળના મંત્રીશ્રી જે.ડી.ચૌધરી, છાત્રાલય સમિતિના પ્રમુખશ્રી આઈ.બી.ચૌધરી અન્ય હોદ્દેદારશ્રી ખુમજીભાઈ વગેરે તથા તમામ વિભાગના આચાર્યશ્રીઓ, સ્ટાફમિત્રો અને ધોરણ- ૧ થી ૧૨ સુધીના તમામ વિદ્યાર્થીઓ નવરાત્રી પ્રસંગે માં અંબેની આરાધના કરવા ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓએ તથા શાળાના આચાર્યશ્રીએ માં અંબાજીની આરતી ઉતારી વિદ્યાર્થીઓના ઉજ્વળ ભવિષ્ય માટે આશીર્વાદ લીધા હતા. તથા વિદ્યાર્થીઓએ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં હર્ષ- ઉલ્લાસ સાથે ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી.આ સાથે આરતી સજાવટ સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં ધો-૧ થી ૧૨ સુધીના ૩૫ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ બેનમૂન આરતી સજાવટ કરી હતી. જેમાંથી વિભાગ વાઈઝ બેસ્ટ ઓફ થ્રી નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તથા આરતી સજાવટમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓના વરદ્ હસ્તે ચોપડા આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સુપરવાઈઝરશ્રી ગોવિંદભાઈ કે.ચૌધરી તરફથી ₹.૫૦૦૦/- તથા શિક્ષકશ્રી પ્રવીણભાઈ પારધી તરફથી ₹.૫૦૦૦/- મહાપ્રસાદ માટે દાન આપવામાં આવેલ. અંતમાં મહાપ્રસાદ લઈ સૌ છુટા પડયા હતા.  આમ તમામ સ્ટાફ મિત્રોના સહયોગથી નવરાત્રી કાર્યક્રમનું સુંદર આયોજન થયું હતું. જે બદલ શ્રી કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button