હાલોલ:ક્રિષ્ણા પાર્ક સોસાયટીના રહિશોએ એકતાનો આપ્યો સંદેશ,ખિસ્ત્રી સમાજ ને સાથે રાખી કરી નાતાલની ઉજવણી

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૬.૧૨.૨૦૨૩
૨૫ ડિસેમ્બર સોમવારના રોજ સમગ્ર દેશ ભરમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા નાતાલ પર્વની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી.ત્યારે હાલોલ નગરમા આવેલી ક્રિષ્ણા પાર્ક સોસાયટી નાં રહીશોની એકતાનું પ્રતીક બધાએ સાથે મળીને નાતાલ પર્વની ઉજવણી કરી હતી.સોસાયટીમાં રહેતા દેવાંગભાઈ ને સાથે રાખી સોસાયટીના લોકોએ નાતાલ ની ઉજવણી કરી હતી.આ ઉજવણીમાં સોસાયટી દ્વારા કેક કાપી તેમજ સાંતા કલોજ બની સાથે ગરબા રમી અને નાસ્તા સાથે નુ આયોજન કરાયું હતું,નોધનીય છે કે આ સોસાયટીના રહીશો દરેક તહેવાર જેવા કે નવરાત્રી, ગણપતિ મહોત્સવ,હોળી ધુળેટી અને નાતાલ બધાં તહેવાર સાથે મળી ને ઉજવાતા હોય છે.જેને લઇ સોમવાર નાં રોજ નાતાલ પર્વની ઉજવણી કરી એકતાનુ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડયું હતું.જ્યારે આ પ્રસંગે હાલોલ ચર્ચ નાં ફાધર રેવ.યુસુફ ખ્રીસ્તી,ચર્ચ કમિટીના સભ્યો જોનસનભાઈ,દેવાંગભાઈ તેમજ સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.










