GUJARAT

પોલીસ નું નામ પડે એટલે આપડા મગજ મા કઈ અલગજ વિચાર આવે પણ?

કેવડીયા કોલોની
રિપોર્ટ- અનિશ ખાન બલુચી

પોલીસ નું નામ પડે એટલે આપડા મગજ મા કઈ અલગજ વિચાર આવે પણ બધા અધિકારી માટે એ વિચારવું યોગ્ય નથી.પોલીસ પણ સેવા ના કાર્ય કરે છે.

આવો આજે આપને એક એવા પી. એસ.આઈ. થી વાકેફ કરીયે જે પોતે એક આદિવાસી મધ્યમ પરિવાર માંથી આવે છે જેઓ પોતાની પોલીસની વ્યસ્ત ડ્યુટી ની સાથે સાથે ગરીબ આદિવાસી લોકોની સેવાની ભાવના એમના દિલમાં હંમેશા તત્પર રહે છે એવા એકતા નગરના એક નાનકડા ગામ ઝરીયા ગામ થી આવેલા પીએસઆઇ મંગુભાઈ એન તડવી.

પી.આઈ મંગુભાઈ તડવી પ્રેરણા સ્ત્રોત સેવા ચેરિટેબલ ટ્રસ્ટ નામનું એક ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવે છે અને એના દ્વારા ગરીબ આદિવાસીઓની સેવા કરે છે.

સપ્ટેમ્બર મહિનામાં નર્મદા ડેમમાંથી વધુ માત્રામાં પાણી છોડવામાં આવતા ગરુડેશ્વર તાલુકાના ઇન્દરવાનાં ગામના જે મકાનોને નર્મદાના પાણીથી નુકસાન થયું હતું એવા દસ અસરગ્રસ્તો ને વાહરે આજે પ્રેરણા સ્ત્રોત ચેરીટેબલ ટ્રસ્ટ આવ્યું હતું.અને ઇન્દરવાણા ગામના અસરગ્રસ્તોને અનાજ ની સાથે સાથે ગાદલા ઓશીકા અને ચાદરની કીટનું વિતરણ કરવામાં આવ્યુ.

[wptube id="1252022"]
Back to top button