
રિપોર્ટર..
અમીન કોઠારી. મહિસાગર
નરસિંગપુર મુખ્ય પ્રાથમિક શાળામાં તિથિ ભોજનનું આયોજન કરાયું.*


આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ કર્મચારી અને ધિરાણ સહકારી મંડળી લી. સંતરામપુરના સભાસદ સ્વર્ગસ્થ પ્રાધ્યાપક શ્રી રાજીવ શ્રીવાસ્તવના સ્મરણાર્થે અને આદિવાસી આર્ટસ કોમર્સ કોલેજના એન. એસ. એસ યુનિટ મારફતે ભાદરવા વદ અમાવસ તારીખ 14/10/2023 ને શનિવારના રોજ સંતરામપુર તાલુકાની પાદરી ફળિયા પે સેન્ટરની મને ગમતી શાળા નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળામાં તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રોફેસર નીતિનભાઈ પંડ્યા સર, પ્રોફેસર અમૃતભાઈ ઠાકોર સર, એન. એસ. એસ પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર પંકજભાઈ ચૌધરી અને પ્રોફેસર દિનેશભાઈ વસાવા સર, શાળા પરિવાર અને બાળકો ઉપસ્થિત રહી સ્વર્ગસ્થ પ્રાધ્યાપક શ્રી રાજીવ શ્રીવાસ્તવ સાહેબને મૌનરૂપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી તિથિ ભોજનનો લાભ લીધો હતો.









