GUJARATNAVSARI

નવસારી જિલ્લામાં શાળાએ ન ગયેલા અને અધવચ્ચેથી શાળા છોડી ગયેલા બાળકોની સર્વે કામગીરી હાથ ધરાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

સમગ્ર શિક્ષા નવસારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવસારી અંતર્ગત ૬ થી ૧૯ વર્ષની વયજુથના કદી શાળાએ ન ગયેલા અને શાળામાંથી અધવચ્ચેથી ઉઠી ગયેલા બાળકો કે જેઓ પોતાનું ધોરણ ૧ થી ૧૨ નું શિક્ષણ પુર્ણ કરી શક્યા નથી તેવા બાળકોનો સંપર્ક કરી  મદદરૂપ બનવા અનુરોધ કર્યો છે. નવસારી જિલ્લા સહિત છેવાડાના વિસ્તારોમાં બાળકો અધવચ્ચેથી શિક્ષણ છોદી દેતા હોઈ છે. અને અધવચ્ચેથી શિક્ષણ છોડી દીધેલ બાળકો પુન: શાળામાં પ્રવેશ કરે તે માટે સરકાર પણ કાર્યશીલ રહે છે. ત્યારે સમગ્ર શિક્ષા અંતર્ગત ૬ થી ૧૯ વર્ષ સુધીના શાળા બહારના તેમજ અધવચ્ચેથી શિક્ષણ છોડી ગયેલા બાળકોના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારની આસપાસ કે જ્યાં સ્લમ વિસ્તાર, ઝૂંપડપટ્ટી વિસ્તાર, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ધાર્મિક સ્થળો, ફેક્ટરી વિસ્તાર, વર્ક સાઈડ કે જ્યાં રખડતા, ભટકતા, ચા ની કિટલી પર કામ કરતા બાળકો જોવા મળે તો આ બળકોને નજીકની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળામાં જાણ કરી બાળકોના શિક્ષણમાં સહભાગી બનીશુ.

ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) ઘર બેઠા ધોરણ ૯ થી ૧૨ નો અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ પણ ગુજરાત સરકાર દ્વારા સંચાલિત, આ સ્કુલમાં કદી શાળાએ ન ગયેલા હોઈ તેવા અથવા શાળામાં દાખલ થયા પછી અધવચ્ચેથી શાળા છોડી દીધા હોય તેવા તમામ જોડાઈ શકશે. આ માટે નજીકની કોઈ પણ માધ્યમિક શાળામાં જઈ રજીસ્ટ્રેશન કરાવવું આ રજીસ્ટ્રેશન નિ:શુલ્ક છે. જ્યાં સમગ્ર માહિતી આપવામાં આવશે. જિલ્લા પ્રોગ્રામ કો.ઓર્ડિનેટર અને જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડિનેટર સમગ્ર શિક્ષાની કચેરી નવસારી દ્વારા અધવચ્ચેથી શિક્ષણ છોડી દેનાર બાળકોના સર્વેની કામગીરીમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.

[wptube id="1252022"]
Back to top button