
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
પ્રાપ્ત માહિતી અનુસાર ડાંગ જિલ્લાનાં વઘઈથી સાપુતારાને જોડતા આંતર રાજયધોરીમાર્ગનાં વઘઇ પાસે આઈસર ટેમ્પો રજી. નં.GJ -21-Y-7899નાં ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા એક દુકાન તથા તાપી જિલ્લાનાં ડોલવણ તાલુકાનાં ઉમરવાવ ગામથી શિરડી જઈ રહેલ પિકઅપ ગાડી રજી. નં.GJ -26-T-6109 ને અડફેટમાં લેતા ઘટના સ્થળે ગંભીર અસ્કમાત સર્જાયો હતો.જે અકસ્માતનાં બનાવમાં દુકાનનાં પતરાને જંગી નુકશાન થયુ હતુ.અહી આઈસર ટેમ્પો ડીવાઈડર પર ચઢી ગયો હતો.આ અકસ્માતમાં પિકઅપ અને આઈસર ટેમ્પોને ભારે નુકશાન પહોંચ્યુ હતુ.જોકે તમામનો આબાદ બચાવ થયો હતો…
[wptube id="1252022"]