GUJARAT
જંબુસર કુઢળ માર્ગ ઉપર છવાયેલ ગંદકી ના ઢગલા પાલિકા પ્રમુખ અમિષાબેન શાહે તાત્કાલિક દુર કરાવ્યા
જંબુસર થી કુંઢળ જવા ના માર્ગ ઉપર નગર ની હોટલો ધ્વારા નંખાતા વેસ્ટ ના કારણે છવાયેલ ગંદકી ના સામ્રાજ્ય ના પગલે ઉભી થયેલ વિષમ સ્થિતિ ના લીધે કુંઢળ ગામ ના અશોક ભાઈ જાંબુ સહિત ના ગ્રામજનો એ પાલિકા પ્રમુખ અમીષાબેન વિરેનભાઈ શાહ ને રજુઆત કરતા પાલિકા પ્રમુખ અમિષાબેન શાહે ત્વરિત પાલિકા ની સફાઈ ટીમ મોકલી ને ગંદકી ઢગ હટાવવા ની કામગીરી હાથ ધરાવી હતી.જેના પગલે કુંઢળ ગામ ના ગ્રામજનો મા આનંદ ની લાગણી પ્રવર્તી હતી.અને પાલિકા પ્રમુખ અમિષાબેન શાહ નો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 

[wptube id="1252022"]





