પાલનપુર તાલુકાના જગાણા ગામે ‘ મારી માટી મારો દેશ ‘ કાર્યક્રમ ના અનુસંધાને દરેક ગામની માટી ચોખા કંકુ વગેરે કળશમાં એકત્ર કરાયા


12 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાના જગાણા ગામે ‘ મારી માટી મારો દેશ ‘ આઝાદીના અમૃત મહોત્સવના અનુસંધાને માટીને નમન, વિરોને વંદન,સમગ્ર તાલુકાના ગામોની માટી એકત્ર કરવા માટે આયોજનમાં અમૃત કળશ રથયાત્રાના અનુસંધાને દરેકની માટી ચોખા, કંકુ વગેરે કળશમાં એકત્ર કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત પાલનપુર ધારાસભ્યશ્રી અનિકેત ઠાકર,જિલ્લા સદસ્ય, લાલજીભાઈ કરેણ, પાલનપુર તાલુકા પ્રમુખશ્રી,મોતીભાઇ પાળજા, જિલ્લા ઉપાધ્યક્ષ,કોકિલાબેન પંચાલ, કિસાન મોરચો પ્રદેશ કારોબારી,મોતીભાઇ જુઆ, તલાટી કમમંત્રી જયેશભાઇ ડી. પટેલ, પૂર્વ તાલુકા મહામંત્રી, જયેશભાઇ દવે,વરિષ્ઠ પત્રકાર રતીભાઇ લોહ, દિલીપભાઈ કરેણ, ભાનુભાઇ ત્રિવેદી, મેઘરાજભાઇ પટેલ, જયેશભાઇ ચૌધરી,વગેરે ભાજપા આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા તે ઉપરાંત આરોગ્યના કર્મચારીઓ, આંગણવાડીના કર્મચારીઓ, શિક્ષકો,પ્રતિષ્ઠીત આગેવાનો, વડીલો, યુવા મિત્રો અને ગ્રામપંચાયત કમિટી સભ્યો અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો હાજર રહયા હતા







