વિકાસગૃહ-જામનગરમાં સ્નેહમીલન
અધ્યાપન મંદિરના પૂર્વ વિદ્યાર્થીઓ – કર્મશીલોનું સ્નેહમિલન યોજાયું
DEO સંસ્થા પ્રમુખ મંત્રી વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ–જ્ઞાન અને શિખામણ નુ નવનીત તારવતા જીજ્ઞાસુઓ
જામનગર ( નયના દવે)
શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ-જામનગર સંચાલિત શ્રીમતિ મુ. અ. મહેતા મહિલા અધ્યાપન મંદિરના પૂર્વ વિદ્યાર્થીનીઓ તથા કર્મશીલોનું સ્નેહ મિલન સંસ્થાના ૬૭ મા સ્થાપના દિનના પૂર્વ દિવસે તા. ૧૧૦/૨૦૨૩ ના રોજ યોજવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત જામનગર જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મધુબેન ભટ્ટ તથા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેનશ્રી હસમુખભાઈ હિંડોચા તથા સંસ્થાના પ્રમુખશ્રી કરશનભાઈ ડાંગર, મા.મંત્રીશ્રી હિરાબેન તન્ના, શ્રી સુચેતાબેન ભાડલાવાળા, ટ્રસ્ટીશ્રી કલ્પનાબેન ખંઢેરીયા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું. આ ઉપરાંત જામનગરની આણદાબાવા સેવા સંસ્થાના મહંતશ્રી દેવપ્રસાદજી મહારાજ અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત હોવાને લીધે આવી શકયા નહિ, પરંતુ તેમના શુભ આશિર્વાદ સંદેશ વર્ચ્યુઅલી પાઠવવામાં આવ્યો.
કાર્યક્રમના પ્રારંભમાં અધ્યાપન મંદિરની વિદ્યાર્થીનોઓએ સ્વાગત નૃત્ય અને આચાર્યા જીજ્ઞાબેન અભરીએ શાબ્દિક સ્વાગત દ્વારા સૌને સ્નેહપૂર્વક આવકાર આપ્યો હતો.
મા. મંત્રીશ્રી હિરાબેન તન્નાએ પ્રાસંગિક ઉૌઘનમાં ભણતર સાથે ગાતરનું મહત્વ સમજાવ્યું. મુખ્ય અતિવિ તથા અઘ્યાપન મંદિરના પૂર્વ વિધાર્થી શ્રી મધુબેન ભટ્ટે આજના શિક્ષણમાં આવેલ પરિવર્તન અંગે માહિતી આપી અને વિદ્યાર્થી સમયના પોતાના સંભારણા યાદ કર્યા હતા. શ્રી હસમુખભાઈ હિંડોચાએ નૈતિક મૂલ્યોની સમજ અને શ્રેષ્ઠ નાગરિકના ઘડતર માટે આ પ્રકારની કોલેજો અનિવાર્ય છે તે અંગે જણાવ્યું. સંસ્થાના પ્રમુખશ્રી કરશનભાઈ ડાંગરે અધ્યક્ષસ્થાનેથી અધ્યાપનની વિકાસ યાત્રા અને પ્રગતિની સાથે, પૂર્વ વિદ્યાર્થીઓની સફળતાને બિરદાવી, અભિનંદન પાઠવ્યા હતા.
સમગ્ર ગુજરાત અને અન્ય જગ્યાએથી ખાસ હાજર રહેલ ૭૦૦ થી વધારે પૂર્વ વિદ્યાર્થી પ્રતિનિધિશ્રીઓએ, પૂર્વ કર્મશીલો-ગુરુજનોનું આદરપૂર્વક સૂત્રમાલાથી સન્માન કર્યું આયીજનમાં સહભાગી થનાર કેટલાકે પોતાના સંસ્મરણો રજૂ કરીને, શિક્ષણના વિકાસ માટે બહુમૂલ્ય યોગદાન આપવાનો સૌએ સંકલ્પ કર્યો હતો.
સન્માનિત પૂર્વ કર્મશીલોમાંથી ભાઈશ્રી ભીમશીભાઈ, શ્રી પ્રજ્ઞાબેન કોટેચા તથા હર્ષિદાબેન પંડયાએ શબ્દો દ્વારા લાગણી વ્યકત કરી પ્રતિભાવી નાખ્યા હતા.
આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, કા.વા. સમિતિના સભ્યો, વિભાગીય વડાઓ તેમજ પૂર્વ વિદ્યાધીઓની સમિતિના સભ્યી હાજર રહ્યા હતા. આ સમિતિના મહત્વના યોગદાનથી કાર્યક્રમ ખુબ સફળ થવો હતો કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યાશ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફ અને પૂર્વ વિધાર્થીઓની કમિટિએ જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમનું આભાર દર્શન મા. મંત્રીશ્રી સુચેતાબેન ભાડલાવાળાએ તથા સંચાલન કા. મંત્રીશ્રી પાર્થભાઈ પંડયાએ કર્યું હતું.
@_______________
BGB
gov.acre journalist
jmr
8758659878









