
જુનેદ પટેલ-ફતેપુરા
વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી , જનજાતિ સેવા પ્રકલ્પ અને ક્રીડા ભારતી નાં સંયુક્ત ઉપક્રમે માનગઢ આરોહણ સ્પર્ધા તા.1/10/2023 નાં રોજ ડૉ. અર્જુનસિંહ રાણા કુલપતિશ્રી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને મા. દિનેશ ભીલ (રાષ્ટ્રીય તીરંદાજ અને સહમંત્રી ભારતીય તીરંદાજી મહાસંઘ) નાં મહેમાનપદે યોજાઈ હતી. જેમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ નાં ૩૬૦ જેટલાં વિદ્યાર્થી ભાઈઓ- બહેનોએ “માનગઢ આરોહણ” સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં આર્ટ્સ કોલેજ ફતેપુરાનાં ૬૦ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો,જેમાં બહેનોના વિભાગમાં આર્ટ્સ કોલેજ ફતેપુરાની સેમ-૧ માં અભ્યાસ કરતી ભોજેલા ગામની વિદ્યાર્થીની ચારેલ કાજલબેન વારજીભાઈ એ ૧૮૦ ખેલાડીઓમાંથી પાંચમાં (૫) નંબરે આવીને વિજેતા થયેલ છે. તેઓને સર્ટિફિકેટ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા.તેમને સ્પર્ધા અંગેનુ માર્ગદર્શન કોલેજનાં શા.શિ. નાં અધ્યાપક ડૉ. યોગેન્દ્રસિંહ ચૌહાણે આપ્યું હતું. તેમની આ સિદ્ધિ બદલ સમગ્ર કોલેજ સ્ટાફ અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવે છે.