GUJARATHALOLPANCHMAHAL

હાલોલ-નાથકુવા ગામ પાસે માલવાહક છકડા અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માત,એકનું કરુણ મોત

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૭.૧.૨૦૨૪

હાલોલ તાલુકાના નાથકુવા ગામ પાસે માલવાહક છકડા અને મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા અકસ્માત માં એક નું મોત નીપજ્યું છે.જ્યારે અન્ય એક ને સારવાર માટે હાલોલ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.બંને છતરડીવાવ થી નાથકુવા ગામે સરકારી સસ્તા અનાજ ની દુકાને રાશન લેવા માટે નીકળ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના છતરડીવાવ ગામના વિજય ભયલાલભાઈ રાઠવા ગામમાં મહેમાન આવેલા જમાઈ અને મૂળ નવી ધરી ગોધરા ના રહીશ સંજયભાઈ પુનમભાઈ બારીઆ સાથે મોટરસાયકલ ઉપર છતરડીવાવ થી નીકળ્યા હતા. નાથકુવા ગામે આવેલી સરકારી સસ્તા અનાજ ની દુકાને રાશન લેવા નીકળેલા બંને ની મોટરસાયકલ નાથકુવા નજીક માલવાહક છકડા સાથે અથડાતા બંને મોટરસાયકલ સાથે રોડ ઉપર પટકાયા હતા. જેમાં વિજય રાઠવા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે સંજય બારીઆ ને મોઢા ના ભાગે ઇજાઓ થતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ માં લાવવામાં આવ્યો હતો.અકસ્માત માં મૃત્યુ પામનાર છતરડીવાવ ગામનો વિજય રાઠવા હાલોલ વડોદરા રોડ ઉપર આવેલી એક ખાનગી કંપની માં નોકરી કરતો હોવાનું ગામ ના લોકોએ જણાવ્યું હતું અને તે અકસ્માતે મોત ને ભેટેલો વિજય તેની પત્ની અને 15 વર્ષ ના દીકરા અને 12 વર્ષ ની દીકરી છે વિલાપ કરતા છોડી ગયો હતો.જ્યારે અકસ્માત ની જાણ પાવાગઢ પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ ને હાલોલ રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી અકસ્માત ની એડી નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button