Alpesh Thakor : ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ અલ્પેશ ઠાકોર નો અભિવાદન સમારોહ થરા ખાતે યોજાયો

નારણ ગોહિલ લાખણી
કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ આર.જે. પાર્ટી પ્લોટ માં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ અલ્પેશ ઠાકોર ( ધારાસભ્ય દક્ષિણ ગાંધીનગર) નો અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં ગઇકાલ તા.09/10/23 ને સોમવાર ના 4 કલાકે અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો ઉપસ્થિત મહેમાનોએ પ્રસંગિક પ્રવચન કર્યું હતું ત્યારે સભા મંડપ તાળીઓના ગડગડાટથી ઝૂમી ઉઠયું હતું, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણીના આગોતરા આયોજન અંગે ધ્યાન રાખી ને દરેક જુદા જુદા સમાજો દ્વારા શકિત પ્રદર્શન કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે હવે ધારાસભ્ય (દક્ષિણ)ગાંધીનગર અને ગુજરાત જી.કે.ટી.એસ ના પ્રમુખ અલ્પેશ ઠાકોર નો બનાસકાંઠા જિલ્લાના જીકેટીએસ ના પ્રમુખ ડી.ડી. જાલેરા અને કાંકરેજ તાલુકા પ્રમુખ રમેશજી ઠાકોર, દિનેશજી એચ ઠાકોર વડા, સોમાજી ઠાકોર થરા, પીન્ટુજી ઠાકોર દેશી તડકા હોટલ, મુકેશજી ઠાકોર સવપુરા સરપંચ વિક્રમજી ઠાકોર દુગ્રાસણ અને સમગ્ર ઠાકોર સેના દ્વારા અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો હતો જેમાં સૌથી અગત્યની વાત કરીએ તો બાયડ ના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, વાવ ના સ્વરૂપજી ઠાકોર, મુકેશજી ઠાકોર કોતરવાડા, સમાજ અગ્રણી. આચાર્ય પ્રધાનજી ઠાકોર ચેખલા અને પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત કાંકરેજ ના વર્ધિલાલ મકવાણા સહીત યુવા પત્રકાર કનુજી ઠાકોર અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજ ના જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો અને વડીલો યુવાનો સહીત મહિલાઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં અલ્પેશજી ઠાકોર ને ફૂલહાર પહેરાવીને કુમકુમ તિલક કરી તલવાર આપી સ્વાગત કરાયું હતું ત્યારે હવે આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે હવે પાટણ લોકસભા અને બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા કોઇ પણ ભોગે મોટો ધડાકો કરી ને ઠાકોર સમાજ ના ઉમેદવાર ને મેદાનમાં ઉતારે તો નવાઈ નહીં.








