હિંમતનગર ખાતે દરમિયાન નવરાત્રી મેળો યોજાશે.
****
સાબરકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન ના ઉપક્રમે એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત કાર્યરત સ્વ સહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણ હેતુ આગામી તા.૦૯ ઓક્ટોબર ૨૦૨૩ થી તા.૧૫ ઓક્ટોબર ૨૦૨૩ દરમિયાન હિંમતનગરના ટાવર ચોક ખાતે નવરાત્રી મેળો યોજાશે.
મહિલાઓના સશક્તિકરણ હેતુ ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત કાર્યરત મહિલા સ્વસહાય જૂથોને આજીવિકા પ્રવૃત્તિઓ માટે વિવિધ પ્રકારની કૌશલ્ય વર્ધન તાલીમો દ્વારા આજીવિકા લક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડાણ કરવામાં આવે છે .ઉત્પાદકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ સ્વ સહાય જૂથોની મહિલાઓ દ્વારા ઉત્પાદિત વિવિધ ચીજ વસ્તુઓના વેચાણ માટે સ્થાનિક કક્ષાએ માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુથી આગામી તા ૦૯/૧૦/૨૩ થી તા.૧૫/૧૦/૨૩ દરમિયાન હિંમતનગર ખાતે નવરાત્રી મેળો યોજાશે જેમાં ચણિયાચોળી ,ઇમિટેશન જ્વેલરી, ઓક્સોડાઇઝ જ્વેલરી, હેન્ડમેડ જ્વેલરી, દાંડિયા, કુર્તી, હેન્ડબેગ, હેન્ડપર્સ અને નવરાત્રીને અનુરૂપ ચીજ વસ્તુઓના વેચાણ અર્થે 15 થી વધુ સ્ટોલનું આયોજન કરેલ છે જેનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે.
જયંતિ પરમાર