
રિપોર્ટર….
અમીન કોઠારી
મહિસાગર
સંતરામપુર નજીક ગોધર ગામ પાસે હાઇવે ઉપર રાત્રિના આઈ.સી આઈ. સી. આઈ.બેંકના મેનેજરની કાર અને તેમાં એક કરોડ અઢાર લાખ રૂપિયા હતા તે કાર સળગાવી દેવાની ઘટનામાં મર્ડર વિથ લુંટ ની ઘટના સામે આવી છે…
બેંકના મેનેજર ગત રાત્રીથી ગુમ સુધા હતા તેઓની લાશ સંતરામપુર નજીકના ડાહયાપુર વચ્ચે ના ઘાટાવાળા ગામ નજીકના જંગલમાંથી મળી આવી છે મેનેજરની લાશ હોવા અંગેની જાણ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે વહેલી સવારથી જ ક્રિઍટા ગાડીના ચાલક હર્ષિલ પટેલની શંકા ના ઘેરામાં લઇ તપાસ હાથ ધરી હતી જેમાં મહીસાગર પોલીસને થોડા સમયમાં લૂંટ વિથ મર્ડર જેવીવી ઘટનાની સાચી વિગતો પ્રાપ્ત થતા આરોપી સામે સખતાઈથી પગલાં લેતા આરોપીએ વટાણા વેરી નાખતા મર્ડર અને લૂંટની ઘટનાના મા બ્લેક કલરની થાર ફોર બાય ફોર ઘટના સ્થળે નંબર વગરની હોવાની શંકા ના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી આરોપી હર્ષિલ પટેલ કે જે ગોઠીબ ગામનો રહેવાસી છે મૃતક મેનેજર અને એના પરિવાર સાથે પણ ઓળખ પહેચાન ધરાવતો હતો હર્ષિલ પટેલ 18 થી 20 વર્ષની ઉંમર હોવા છતાં પણ તે કરોડોનો કારોબાર કરતો હોવાની પણ ચર્ચા થઈ રહી છે , વગર નંબરની બ્લેક ક્રીએટા ગાડીનો નંબર 0005 હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે
આઇ.સી.આઇ.સી .આઈ બેંક ના મેનેજર જેવો પોતાની કારમાં એક કરોડ અઢાર લાખ જેવી રકમ લઈને સંતરામપુર તાલુકાના ગોધર ગામના હાઇવે પાસેથી પસાર થઈ રહ્યા હતા કારને સળગાવી તેમાં રકમની લૂંટ કરીને બેંક મેનેજરની હત્યા કરવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવતા ચકચાર
મચી ગઈ છે.









