
વિજાપુર શહેરમાં ડોહળું પાણી આવતુ હોવાની રહીશો માં ફરિયાદો ઉઠી વધુ પડેલા વરસાદ ના કારણે નર્મદા નું ડોહળુ બન્યુ, ક્ષાર યુક્ત પાણી બે ત્રણ દિવસ બાદ ચોખ્ખું મળશે નગર પાલિકા

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરમાં છેલ્લા વરસાદ બાદ સમગ્ર વિસ્તારો માં ડોહળુ પાણી આવતા રહીશો માં ભારે ચિંતા ઓ ઉભી થવા પામી હતી જોકે સતત પડેલા વરસાદ ના કારણે નર્મદા ડેમ છલકાઈ જતા નર્મદા નુ છોડવા માં આવેલ પાણી ડોહળુ આવી રહ્યુ તેમ પાલિકા સૂત્રો એ જણાવ્યું હતુ આ અંગે મળતી માહિતી મુજબ શહેર ના બજાર સાંથ બજાર દોશીવાડા વૈદ્યનોમાઢ ચક્કર બંગલા બાલ્યા માઢ સુથારવાડા શ્રીમાળીવાડો અસરફી ચોક સહિતના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી પીવાના વપરાશ માટે આવતું પાણી ડોહળું આવતુ હોવાની સમસ્યા ને લઇ ને લોકો ચિંતિત બન્યા છે જેને લઈને પાલીકા માં જાણ કરવામાં આવતા પાલીકા ના વોટરવર્કસ ના કર્મચારી પાર્થભાઈ પટેલે જણાવ્યું હતુ કે હાલમાં નર્મદા નું પાણી પડેલા વરસાદ ના કારણે હાલમાં ડોહળુ આવી રહ્યુ છે પાણી ચોખ્ખું થતા હજુ બે ચાર દિવસ લાગશે થોડા દિવસ બાદ પાણી ચોખ્ખું મળશે તેવુ જણાવતા લોકોએ રાહત અનુભવી હતી





