DANG

ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી ધરમેન્દ્રસિંહજી જાડેજાની અધ્યક્ષતામા પાદલખડી ખાતે રાત્રી સભા યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ ડાંગ જિલ્લાના પુર્વપટ્ટીના સુબીર તાલુકાના પાદલખડી ગામે જિલ્લા કલેક્ટર શ્રી ધરમેન્દ્રસિંહજી જાડેજાની અધ્યક્ષતામા જાહેર રાત્રી સભાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.આ સભામા જિલ્લાના તમામ અધિકારીઓએ ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નો સાંભળી પોતાના વિભાગ વિશે સરકારી યોજનાકીય માહિતી તેમજ લોકોને મળવા પાત્ર લાભો અંગે જાણકારી પુરી પાડી હતી.

સરકાર દ્વારા આયોજિત જાહેર રાત્રી સભાનો મુખ્ય ઉદેશ્ય લોકો સુધી અધિકારીઓ પહોંચે, અધિકારીઓ લોકોના પ્રશ્નો અંગે વાકેફ થાય, પ્રશ્નોનુ ત્વરીત નિરાકરણ લાવી શકાય તેમજ યોજનાકીય માહિતીઓ મેળવી લોકોની સુવિધાઓમા વધારો થાય તે માટે આ સભાનુ આયોજન કરવામા આવ્યુ છે, તેમ જિલ્લા કલેક્ટર શ્રી જાડેજાએ આ પ્રંસગે જણાવ્યુ હતુ.પાદલખડી ગામે પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ જાહેર રાત્રી સભામા ડાંગ જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગના અધિકારીઓ દ્વારા પ્રજા ઉપયોગી સરકારની યોજનાઓ વિશે માહિતી પુરી પાડી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી આહવા- ડાંગ દ્વારા લોકોને સ્થાનિક કક્ષાએ પુરી પાડવામા આવતી મનરેગા યોજના વિશે માહિતી આપી, સાથે જ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય બનાવવાની યોજના, સરકારી આવાસ, મિશન મંગલમ યોજના વિશે માહિતી આપી હતી. પશુપાલન અધિકારી શ્રી હર્ષદભાઇ ઠાકરે દ્વારા આઇ-ખેડુત પોર્ટલ વિશે જાણકારી આપી હતી. વન વિભાગના અધિકારી આરતીબેન ડામોર દ્વારા વન ધન યોજના, માલીકી યોજના, વનલક્ષ્મી યોજના વિશે માહિતી આપવામા આવી હતી. જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી હર્ષદભાઇ એમ પટેલ દ્વારા ખેડુત અકસ્માત મોત અંગે વિમાકીય સહાયની યોજના વિશે માહિતી આપી હતી.આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી સંજયભાઇ ભગરીયા દ્વારા ઓર્ગેનિક ખેતી માટેની યોજનાકીય માહિતી પુરી પાડી હતી. અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિંમાશુ ગામિત દ્વારા સરકાર દ્વારા આરોગ્ય બાબતે જન્મ થી મૃત્યુ સુધી આપવામા આવતી સહાય બાબતે માહિતી આપી હતી. તેમજ પીએમજેવાય યોજનાનો લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો.
નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલે યુવાઓને સરકારના સેવા દળમા સામેલ થવા માટેની મફત ટ્રેંનિગ તેમજ યુવતીઓ માટે રાણી લક્ષીબાઇ યોજના અંતર્ગત સેલ્ફ ટ્રેનિંગ આપવા અંગે માહિતી આપી હતી.

આ ઉંપરાત જિલ્લાના આઇ.સી.ડી.એસ વિભાગ, જિલ્લા ઉધ્યોગ કેન્દ્ર, પાણી પુરવઠા વિભાગ, દક્ષિણ ગુજરાત વિજ કંપની, સિંચાઇ વિભાગ, આદિજાતી વિભાગ તેમજ અન્ય તમામ શાખાના અધિકારીઓ દ્વારા પોતાના વિભાગ વિશે યોજનાકીય માહિતી આપી લોકોના પ્રશ્નોનુ નિરાકરણ લાવવા માટે ખાત્રી આપી હતી.

ગ્રામજનો દ્વારા પ્રાકૃતિક પેદાશો માટે બજાર વ્યવસ્થા ઉભી કરવા માટે રજુઆત કરવામા આવી હતી. વિધ્યાર્થીઓના આવન જાવન માટે બસ માટેની માંગણી, આધાર કાર્ડ માટેની સુવિધા ઉભી કરવા, તેમજ પીયતની સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે તંત્રને રજુઆત કરી હતી. લોકોની સંવેદનાઓ સાથે મૌખીક રજુઆતોને ધ્યાને રાખી તંત્ર વતી ડાંગ કલેક્ટરશ્રીએ લોકોની સમસ્યા નિવારણ માટે અધિકારીશ્રીઓને સુચનો કર્યા હતા.

જાહેર રાત્રી સભામા અધિક નિવાસી કલેક્ટર શ્રી પી.એ.ગાવિત, પ્રાંત અધિકારી શ્રી આર.એસ.ચૌહાણ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોષી, જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી લક્ષ્મીબેન ચૌધરી, સુબીર તાલુકા મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ પાલદખડી ગામના સરપંચશ્રી, અગ્રણીઓ, શાળાના શિક્ષકશ્રીઓ, અને મોટી સંખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button