
વિજાપુર મોમનવાડા પાસે ખુલ્લી જગ્યા એ થાંભલા ની લાઈટ ના અજવારે જુગાર રમતા દશ જુગારીયા ઝડપાયા
રૂપિયા 51620/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી કરાઈ
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર શહેરના હદ વિસ્તાર ના મોમનવાડા પાસે ખુલ્લી જગ્યાએ લાઈટ ના થાંભલા નીચે કુંડાળું વાળી જુગાર રમતા દશ જુગારીયાઓને પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ખાનગી બાતમી ના આધારે રેડ કરીને જુગાર રમતા દશ જુગારીયાઓને સ્થળ ઉપરથી રૂપિયા 51620 /- ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છે આ અંગેની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મૂજબ રાત્રીના સમયે ટાઉન માં પેટ્રોલીંગ માટે પોલીસ નીકળી હતી તે સમયે પાલીકા પાસેના ત્રણ રસ્તા ઉપર આવતા ખાનગી રાહે બાતમી મળી હતીકે મોમનવાડા માં ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ભેગા મળી પોતાના આર્થિક ફાયદા માટે ટોળુ વળીને જુગાર રમી રહ્યા છે સ્થાનીક પોલીસે મળેલ બાતમી ના આધારે તપાસ કરતા કેટલાક ઈસમો ટોળુ કરીને બેઠા હતા પોલીસે જગ્યા ઉપર કોર્ડન કરી સ્થળ ઉપર થી મોહમ્મદ અક્રમ ઇકબાલ હુસેન શેખ, સાદાબ મુસ્તાક ભાઈ બેહલીમ ,સાજીદ ઇકબાલ હુસેન શેખ, વકકાસ હનીફભાઈ બેહલીમ, નદીમ રસીદ ભાઈ શેખ, સમીર તોફિક ભાઈ મલેક ,સોહિલ હનીફભાઈ ચૌહાણ, મકસુદ મકબુલ ભાઈ કુરેશી, લતીફભાઈ હુસેન ભાઈ શેખ, સમીર ભાઈ યુસુફ ભાઈ શેખ સહિત દશ જણા ને પોલીસે ઝડપી લઈ સ્થળ ઉપર જુગાર ના સાહિત્ય સાથે રોકડ રૂપિયા 31450/- દાવ ની રકમ રૂપિયા 3670/- મોબાઈલ ફોન રૂપિયા 16500/- કુલ રૂપિયા 51620 નો મુદ્દામાલ જપ્ત કરી જુગાર ધારા અંતર્ગત દશ જુગારીયા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં પણ કેટલાક ગુપ્ત સ્થળો ઉપર જુગાર ધમ ધમી રહ્યો ત્યારે પોલીસ સક્રિય બની ને શહેરમાં હજુ પેટ્રોલીંગ સઘન બનાવવા માં આવે તેવી સ્થાનીક જાગૃત નાગરિકો માં માંગ પણ ઉઠવા પામી છે





