
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લામાં છેલ્લા બે ત્રણ વર્ષથી છાત્રાલયવાળી શાળાઓમાં બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓ કરવામાં આવે છે. જેમાં પેપર લખવાની રીત,વ્યાકરણમાંથી વધારે માર્કસ કઈ રીતે મેળવાય,અને ટકા લાવવાની ગુરુચાવી સ્વચ્છતા, સાથે પેપર ને પ્રશ્નની શરૂઆત કઈ રીતે તથા ગુજરાતી અને સંસ્કૃત ભાષાનું વ્યાકરણ શીખવવા સુરતથી ડો. સુરેશ અવૈયા અને દત્તાત્રેય મોરેની ટીમ આવે છે.
આ વર્ષે પણ સુરત સમન્વય ગોષ્ઠિના સુમન હાઈસ્કૂલના આચાર્ય ડો. સુરેશ અવૈયા, સુરત પ્રા. શાળાના આચાર્ય બિપિન ગોદાણી, અને દત્તાત્રેય મોરેની ટીમે શનિ-રવિમાં ડાંગ જિલ્લાના વિધાર્થીઓ સાથે મુલાકાત લીધી હતી જેમાં છાત્રાલયના વિધાર્થીઓને ધોરણ 10 /12 બોર્ડ પરીક્ષા પેપર સુંદર અને સુવ્યવસ્થિત લખી તમારા લખેલા પેપરો પર તપાસ કરતા શિક્ષકોની સુંદર છાપ કઈ રીતે પાડી શકાય? તે પેપર લખવાની સ્ટાઇલ શીખવી તેમજ એક માર્ક, બે માર્ક અને ચાર માર્કના પ્રશ્નોની શરૂઆત કઈ રીતે કરવી અને અનુક્રમાણીકા મોઢે કરવાથી વધુ માર્ક કઈ રીતે સરળતાથી મેળવી શકાય, ગુજરાતી વ્યકરણમાં સમાજ,અલંકાર, છંદ વગેરે તથા સંસ્કૃતમાં ધાતુના રૂપ, કાળ અને વચનો અંગે સુંદર માર્ગદર્શન આપ્યું હતું. આ વખતે પ્રથમ રાઉન્ડ માં લીંગા, ચિંચપાડા સહિત બે દિવસમાં પાંચ વર્ગો માં કુલ ૧૮૦ જેટલા વિદ્યાર્થીઓને સમન્વયની ટીમે તૈયારી કરાવી હતી જ્યારે બીજા રાઉન્ડમાં પાંચ શાળાના 8 વર્ગમાં લેશે.





