DAHODFATEPURAGUJARAT

Fatepura : ફતેપુરા મુસ્લિમ સમાજ જમાતખાના ખાતે સી.પી.આર. ટ્રેનિંગ કેમ્પ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર

જુનેદ પટેલ-ફતેપુરા

ફતેપુરા તાલુકા ના મુખ્ય મથક ફતેપુરા માં આવેલ મુસ્લિમ સમાજ જમાતખાના ખાતે ફતેપુરા મુસ્લિમ ઘાંચી સમાજ, અને ખીદમત ગ્રુપ ફતેપુરા દ્વારા ઝાલોદ ના તજજ્ઞ તબીબ ડો.ઇરફાન સાઠીયા ના અધ્યક્ષસ્થાને સી.પી.આર. ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઝાલોદ ના તબીબ ડો.ઇરફાન સાઠીયા દ્વારા ઉપસ્થિત લોકોને CPR ચિકિત્સા પદ્ધતિ અંગે માર્ગદર્શન તેમજ માહિતી આપવામાં આવી હતી. સંપૂર્ણ CPR ટ્રેનીંગનું ડમી સાથે સંપૂર્ણ નિદર્શન કરવામાં આવ્યું હતું. વધુમાં ડો. ઈરફાન સાઠીયા દ્વારા જણાવામાં આવ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી કાર્ડિયાક અરેસ્ટના કારણે મૃત્યુ પામનાર લોકોના ચિંતાજનક વધારા ને ધ્યાને લઇ બરોડા મુસ્લિમ ડો. એસોસિએશન અને જમીયત ઉલેમાં એ હિન્દ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે CPR (cardiopulmonary resuscitation) વિસે લોકો માં જાગુતી લાવા મસ્જિદો અને પબ્લિક પેસ પર એક મુહિમ ચાલવામાં આવી છે. અને તેના અનુસંધાને વડોદરામાં ગત ઇદે મિલાદના રોજ એક લાખ થી વધુ લોકોને CPR વિસે ટ્રેનીંગ આપવામાં આવી હતી. CPR ની ટ્રેનિંગ હાલ લોકો માટે ખૂબ જરૂરી છે. જેને લઈ ફતેપુરામાં પણ CPR વિસે જાગુતી લાવા આ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજ ના લોકો એ ભાગ લીધો હતો અને CPR ચિકિત્સા પદ્ધતિ અંગે તાલીમ મેળવી હતી.

[wptube id="1252022"]
Back to top button