GUJARAT

NARMADA: શિક્ષકોની ગાંધીગીરી : નર્મદા જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવા માંગ

શિક્ષકોની ગાંધીગીરી : નર્મદા જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા જૂની પેન્શન યોજના શરૂ કરવા માંગ

ગાંધીજીની પ્રતિમાને સુતરની કાંતિ, અને પુષ્પાંજલી અર્પણ કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવા શિક્ષકોએ સપથ લીધા

રાજપીપલા : જુનેદ ખત્રી

ગુજરાત રાજ્યમાં શિક્ષકો ઘણા સમયથી પોતાના પડતર પ્રશ્નો મુદ્દે આંદોલન કરી રહ્યા છે વિધાનસભાની ચૂંટણી પહેલા શિક્ષકોએ ઉગ્ર આંદોલન કર્યું હતું ત્યારબાદ સરકારે શિક્ષકોના કેટલાક મુદ્દાઓને સ્વીકાર પણ કર્યો હતો પરંતુ હજીએ કેટલા મુદ્દાઓની અમલવારી થઈ નથી ત્યારે શિક્ષકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે સિક્ષકો મુખ્યત્વે જૂની પેન્શન યોજના ચાલુ કરવા માંગ કરી રહ્યા છે

આજે ગાંધી જયંતી પ્રસંગે રાજપીપળામાં આવેલ ગાંધીચોક ખાતે નર્મદા જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ના તમામ તાલુકાઓમાં હોદ્દેદારો ભેગા મળી ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમજ જૂની પેન્શન યોજના ચાલુ કરવા આંદોલનની શરૂઆત કરી હતી ઉપસ્થિત શિક્ષકોએ જણાવ્યું હતું કે ચૂંટણી પેહલા સરકારે શિક્ષકોની માંગ સ્વીકારી આંદોલન સમેટાયું હતું પરંતુ આજદિન સુધી જૂની પેન્શન યોજના સહિત માંગની અમલવારી થઈ નથી ત્યારે ગાંધી જયંતિ નિમિત્તે ફરીથી સરકાર સામે પોતાની માંગો ને લઈ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરીશું તેમ જણાવ્યું હતું

[wptube id="1252022"]
Back to top button