GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લામા પતિ એ રાત્રિ ના સમયે પત્ની ને માર જુડ કરી સાત મહિના ની બાળકી સહિત ઘર માંથી કાઢી મૂકતાં 181 મદદ માંગી.

આસીફ શેખ લુણાવાડા

Lunavada.પતિ એ રાત્રિ ના સમયે પત્ની ને માર જુડ કરી સાત મહિના ની બાળકી સહિત ઘર માંથી કાઢી મૂકતાં 181 મદદ માંગી.

મહીસાગર જિલ્લામાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન અત્યાચાર નો ભોગ બનેલ , સગીરાઓ માટે દેવદૂત બની રહી છે ત્યારે મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તરોમાંથી રાત્રિ ના 12 કલાક ની આસપાસ પીડિતા એ મહિલા હેલ્પલાઇન પર ફોન કરી મદદ માંગી. અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ ઘટના સ્થળ પર પહોંચી પીડિતા સાથે વાત ચીત કરતા જણાવેલ કે પતિ ને અન્ય મહિલા સાથે અફેર છે જેથી રોજ દારૂ નો નસો કરી ને ઢોર માર મારે છે અને મારે સાત મહિના ની બાળકી છે તેને પણ ફેંકી દે તેમ કરે છે .આજ રોજ પણ નસા ની હાલત માં આવી લાકડી થી માર જુડ કરેલ અને ઘર માંથી કાઢી મુકેલ સ્થળ પર પીડિતા ના સાસુ તથા ઘરના બીજા સંભ્યો એ જણાવેલ કે રોજ એમને બધા ને હેરાન કરે છે અને કોઈ નું કીધેલું માનતો નથી આજે પણ પીડિતા ફોન કર્યો એની જાણ થતાં ફોન પર લાકડી મારી ફોન તોડી આપેલ.મહિલા હેલ્પલાઇન ની ટીમ e પતિ સાથે વાત ચીત કરતા જણાવેલ કે તેને ફરિયાદ કરવી છે તેને લઈ જાવ નહિતર હું મારી નાખીશ.તેમજ પીડિતા ના સાસુ તથા દિયર એ જણાવેલ કે મારી નાખશે તો કોઈ જવાબદારી ના લઈ એ અમે જેથી તમે અહીં થી લઈ જાવ મહીલા હેલ્પલાઇન એ પીડિતા સાથે પૂછતા જણાવેલ મને અહીં નહિ રેહવું રહીશ તો મારી નાખશે.તેમ જણાવતા મહિલા હેલ્પલાઇન ની ટીમ એ સખી વન સ્ટોપ સેન્ટર માં આશ્રય અપાવેલ.

[wptube id="1252022"]
Back to top button