GUJARATJUNAGADHKESHOD

Keshod : કેશોદ નજીક હાઈવે ફરી ગોઝારો બન્યો સાઈકલ સવાર વાહનની અડફેટે ચડતાં મોત નિપજ્યું

કેશોદના માણેકવાડા ગામે એકલાં રહેતાં છુટક મજુરી કામ કરતાં પરબતભાઈ કરસનભાઈ મુછડીયા પોતાની સાયકલ લઈને કેશોદ રોડ પર આવેલ પેટ્રોલ પંપ પર પેટ્રોલ લેવા ગયેલા હતાં ત્યારે પેટ્રોલ લઈને પરત માણેકવાડા તરફ આવી રહ્યાં હતાં ત્યારે પરબતભાઈ કરસનભાઈ મુછડીયા ની સાયકલ ને પાછળથી અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતાં પછાડી દેતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા ૧૦૮ તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલના ફરજ પરનાં ડૉકટરે મૃત્યુ પામેલા હોવાનું જણાવ્યું હતું. કેશોદ પોલીસ સ્ટેશન નાં પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ ડાભી એ મૃતકના પરિવારજન પરબતભાઈ મંગાભાઈ મુછડીયા રહેવાસી માણેકવાડા વાળાં નું નિવેદન નોંધી અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશન નાં પોલીસ સબ ઈન્સ્પેકટર પી.કે.ગઢવી, પોલીસ કોન્સ્ટેબલ અમરાભાઈ જુજીયા ચલાવી રહ્યાં છે. કેશોદ નજીક પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર છાશવારે આકસ્મિક ઘટનાઓ બને છે અને નિદોર્ષ વાહનચાલક રાહદારીઓ આકસ્મિક ઘટના માં મોતને ભેટે છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા સર્વિસ રોડ બનાવવા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પ્રકારની નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી. કેશોદના મઘરવાડા ફાટક પાસે આકસ્મિક ઘટના માં મૃત્યુ પામેલા પરબતભાઈ કરસનભાઈ મુછડીયા નાં પરિવારજનો કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં.

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]
Back to top button