DAHOD

સંજેલીની શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલીમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

તા.13.02.2023

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

સંજેલીની શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલીમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલય સંજેલી હાલ ઠાકોર ફળિયામાં કાર્યરત છે જેમાં ધોરણ ૧ થી ૮ ના બાળકો અભ્યાસ કરે છે સાથે સાથે શિસ્ત, કલા અને જ્ઞાનના ભંડાર સાથે બાળકો સંસ્કારના મૂલ્યો શીખી રહ્યા છે. શ્રી શ્રધ્ધા વિદ્યાલય ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતી જી ક્રાંતિકારી સમાજ સુધારક નો જન્મ મહાવદ દસમ ૧૨ ફેબ્રુઆરી ૧૮૨૪ના રોજ મોરબી પાસેના ટંકારા ગામે બ્રાહ્મણ પરિવારમાં મૂળ શંકરનો જન્મ થયો હતો. સત્યની ખોજમાં ઘરેથી નીકળી સંસારથી દુર ચાલતા નર્મદા કિનારે આવ્યા અને પરમહંસ પરમાનંદજી પાસે વેદાંતનો અભ્યાસ કર્યો. શાળાના આ. શિ સંગાડા અશ્વિનભાઈ સી. સંગાડા દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે મહર્ષિ દયાનંદ સરસ્વતીએ મૂર્તિ પૂજાનો વિરોધ, વિધવા વિવાહ સમર્થન, પશુ બલિનો વિરોધ, વગેરે અંગે ચિંતન વિશે માહિતી આપી હતી. શાળાના આચાર્ય  દિલીપકુમાર એચ. મકવાણાએ જણાવ્યું હતું કે અનેક જગ્યાએ એમને માન સન્માન મળ્યું છે. ૧૦ એપ્રિલ ૧૮૭૫ મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરી હતી. આમ આર્યસમાજના સ્થાપક. વેદોના ઊંડા અભ્યાસી. અગ્રણી સમાજ સુધારક અને મહાન દેશ ભક્ત દયાનંદ સરસ્વતીજી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી અને શત શત પ્રણામ કરવામાં આવ્યા હતા

[wptube id="1252022"]
Back to top button