IDARSABARKANTHA

માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા મોતીપુરામાં નિરામયા કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા મોતીપુરામાં નિરામયા કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

*******

સાબરકાંઠાના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા મોતીપુરા માં જિલ્લા સમાજ સુરક્ષા કચેરી સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. ભારત સરકારના નેશનલ ટ્રસ્ટ એક્ટ ૧૯૯૯ હેઠળ અમલીકૃત નિરામયા યોજના હેઠળ નિરામયા હેલ્થ કાર્ડ વિતરણ કરાયું હતું.

દિવ્યાંગતા ધરાવતા વાલીઓને ગાડીયશીપ ( કાનૂની વાલી પાણાનુ સર્ટિફિકેટ મેળવવા સમગ્ર પ્રક્રિયા) અંગે સમજણ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા અપાઈ હતી. આ કાર્યક્રમમાં માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા મોતીપુરા ના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મહેશભાઇ પટેલ તેમજ પ્રોબેશનલ ઓફિસર વિજયભાઈ ચૌધરી હાજર રહ્યા હતા.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button