BANASKANTHAPALANPUR

Palanpur:ભાદરવી પૂનમના મેળા પ્રસંગે અંબાજીમાં ભવ્ય ત્રિદિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

30 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક  પાલનપુર બનાસકાંઠા

(માહિતી બ્યુરો, પાલનપુર)

કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર તથા ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ, અંબાજી તથા જિલ્લા વહીવટી તંત્ર, બનાસકાંઠા દ્વારા ભાદરવી પૂનમ મહામેળામાં અંબાજી ખાતે તારીખ ૨૬ થી ૨૮ સપ્ટેમ્બર-૨૦૨૩ દરમ્યાન ડી. કે. ત્રિવેદી હાઉસની સામે, ખેડબ્રહ્મા રોડ, અંબાજી ખાતે ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં તારીખ ૨૬ સપ્ટેમ્બર-૨૦૨૩ના રોજ સુશ્રી સાધના સરગમ, તારીખ ૨૭ સપ્ટેમ્બર-ર૦૨૩ના રોજ શ્રી નિતિન બારોટ અને સુશ્રી દેવિકા રબારી તથા તારીખ ૨૮ સપ્ટેમ્બર-૨૦૨૩ના રોજ સુશ્રી હિમાલીબેન વ્યાસ અને સુશ્રી અભિતાબેન પટેલે પોતાના સ્વરોથી માતાજીની આરાધના કરી હતી.  આ સિવાય ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં અધ્યક્ષશ્રી, આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી તથા બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી, વહીવટદારશ્રી, આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી તથા નાયબ કલેકટરશ્રી દાંતા, નાયબ કલેકટરશ્રી પાલનપુર, નાયબ કલેકટરશ્રી ધાનેરા, નાયબ કલેકટરશ્રી થરાદ, નાયબ કલેકટરશ્રી સુઈગામ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, મામલતદારશ્રી ધાનેરા, મામલતદારશ્રી પાલનપુર શહેર, મામલતદારશ્રી પાલનપુર ગ્રામ્ય, ગુજરાત પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષશ્રી, ધારાસભ્યશ્રી ડીસા, OSD ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા સર્વે અધિકારીશ્રી, કર્મચારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા. આ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા માટે મોટી સંખ્યામાં માઈભકતો ઉપસ્થિત રહ્યા હતા. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યુ છે.

[wptube id="1252022"]
Back to top button