
વિજાપુર પિલવાઈ ઉભેલી ટ્રક માં બાઇક સવાર ઘૂસી જતા મોત 

પિલવાઈ (ફૂલવાડી) નજીક ટ્રક અને બાઈક ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મહેસાણ હાઈવે પિલવાઈ ફૂલવાડી પાસે થી મોડી સાંજના મજૂરી કરી નીકળેલા બાઇક ચાલક ની આંખો અંજાઈ જતા ઉભેલી ટ્રક માં બાઇક ઘૂસી જતા બાઇક સવાર નું મોત નીપજ્યું હતુ અકસ્માત ની જાણ થતાં જે કારખાના કામ કરતા હતા તેનો માલિક સત્વરે સ્થળ ઉપર પોહચી પોલીસ અને 108 ને જાણ કરતા ઇજા બે ઇજા ગ્રસ્તો ને સારવાર માટે રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યારે એક નું ઘટના સ્થળે મોત નિપજતા તેને પીએમ માટે લવવા માં આવ્યો હતો પોલીસે ઘટના સ્થળ ઉપર પોહચી પંચ નામું કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી આ અકસ્માત ની મળતી માહિતી મુજબ શક્તિ મેટલ માં મજૂરી કામ કરતા મૂળ બિહાર રાજ્ય ના મિથિલલેશ યાદવ તેમજ અશોકભાઈ તેમજ ઉપેન્દ્ર યાદવ મોડી સાંજના કારખાના માં કામ પતાવી બાઇક લઈ જેનો નમ્બર જીજે 02 બીએમ 1072 ઉપર નીકળ્યા હતા ત્યારે ફૂલવાડી પિલવાઈ પાસે ઉભેલી આઈસર ટ્રક નંબર G.J.12.BW.7987 ટ્રક ની પાછળ ના ભાગે બાઇક ચાલક ઘૂસી જતા મિથીલ યાદવ નામના યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ જયારે અન્ય બે જણા અશોકભાઈ અને ઉપેન્દ્ર યાદવ ને ગંભીર ઈજા થતાં 108 મારફતે વિજાપુર સિવીલ હોસ્પિટલ ખસેડવા માં આવ્યા જ્યાં ગંભીર ઇજાઓ ના કારણે પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે હિંમતનગર લઈ જવાયા હતા જ્યારે મૃતક મીથીલેશ યાદવ ની પીએમ માટે ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મૃતક ના પરિવાર જનો ને જાણ કરવામાં આવી હતી પોલીસે અકસ્માત ને લઈને કાયદેસર ની કાર્યવાહી ની તજવીજ હાથ ધરી હતી





