
આજરોજ સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ કેશોદ ખાતે કેશોદ પોલીસ સ્ટેશનનાં મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા અભયમ -181 યોજનાની માહિતી માટેનો એક સેમિનાર યોજવામાં આવ્યો હતો.જેમાં શાળાની ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીઓએ હાજરી આપી હતી.મહિલા હેલ્પલાઇન અંતર્ગત યોજાયેલ આ સેમિનારમાં ઘરેલુ હિંસા ,છેડતી ,સાઇબર ક્રાઇમ જેવી ગુનાહિત પ્રવૃત્તિને લગતી બાબતોમાં આ યોજના કઇ રીતે કાર્ય કરે છે તે અંગેની સમજ આપવામાં આવી હતી.કાર્યક્રમની સ્વાગત વિધિ ડી.પી.કરમટા દ્વારા અને આભારવિધિ શ્રીમતી ડી.કે.ઝાલા દ્વારા કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ શાળાના આચાર્ય જ્યોતિબેન રૂપાપરા દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]









