
તા.૨૯.૦૯.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:
સંજેલી ની શ્રી શ્રદ્ધા વિદ્યાલયના આચાર્ય દ્વારા આઈસ્ક્રીમ અને નાસ્તો આપીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી
સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રદ્ધા વિદ્યાલય કાર્યરત છે. જેમાં ધોરણ કેજી ૧/૨ તેમજ ધોરણ ૧ થી ૮ કાર્યરત છે. આજરોજ ૨૯ સપ્ટેમ્બરના રોજ શાળાના આચાર્ય દિલીપકુમાર મકવાણા નો જન્મ દિવસ હોવાથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નાસ્તો અને આઈસ્ક્રીમ આપીને ઉજવણી કરી હતી. મકવાણા દિલીપકુમાર ન્યુ પાર્થ નવોદય – એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક છે સાથે સાથે સામાજિક કાર્યકર છે. આજના જન્મ દિન નિમિતે સ્ટાફ દ્વારા તમામ વિદ્યાર્થીઓ દ્વારા, સગાસંબંધી મિત્રો, ન્યુ પાર્થ એજ્યુકેશન ગ્રુપ , પત્રકાર મિત્રો દ્વારા જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. તમામનો આભાર શાળાના આચાર્ય દિલીપભાઈ મકવાણાએ વ્યક્ત કર્યો હતો.









