
આસીફ શેખ લુણાવાડા
Lunavada.બાલાસીનોર રાજપુરી દરવાજા પાસે નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન એક વયોવૃધ્ધ દાદી એકલા બેઠેલ હાલતમા મળી આવતા તેઓનુ નામ સરનામુ પછી તેઓના ઘર વીરપુર સુધી મુકી આવવાની કામગીરી કરતી બાલાસીનોર ટાઉન પોલીસ
પો.સબ.ઇન્સ સી.કે.સિસોદિયા નાઓ નાઇટ પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન બાલાસીનોર રાજપુરી દરવાજા પાસે એક વયોવૃધ્ધ દાદી સુમીત્રાબેન કનુભાઇ દરજી રહે વીરપુર અંબીકા સોસાયટી તા વીરપુર જી મહીસાગર નાઓ મોડી રાત્રે બાલાસીનોર રાજપુરી દરવાજા ખાતે એકલા બેસેલ મુજાયેલ હાલતમાં મળી આવતા તેઓને નામ સરનામુ પછી તેઓને ક્યાં જવાનુ છે તેમ પુછતા વીરપુર મુકામે જવાનું છે અને પોતે સાધનની રાહ જોવે છે તેમ જણાવતા મોડી રાત્રીના સમય થયેલ હોઇ અને વીરપુર સુધી રાત્રીના સમયે કોઇ સાધન જતું ન હોય જેથી તેઓને સરકારી જીપ ગાડી મા બેસાડી તેઓના ઘરે વીરપુર મુકામે જઇ તેઓના ઘરે ઉતારતા તેઓના ઘરના માણસો એ આ સુમીત્રા બહેન ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયેલાનુ જણાવેલ
હતુ. આમ નાઇટ પેટ્રોલીંગ મા ફરતા ઉપરોક્ત હકીકત ધ્યાને આવતા આ વયોવૃધ્ધ દાદી સુમીત્રાબેન કનુભાઇ દરજી નાઓને તેઓના ઘર સુધી SHEE TEAM ને સાથે રાખી મુકી આવવાની કામગીરી બાલાસીનોર ટાઉન પો.સબ.ઇન્સ સી.કે.સિસોદિયા તથા SHEE TEAM ના પોલીસ સ્ટાફના માણસોએ કરેલ છે.