GUJARATSINOR

Sinor : સાધલી ખાતે હજરત મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસને સાદાઈ થી મનાવવામાં આવ્યો

આજરોજ તારીખ 28 નાં રોજ ઈદે મિલાદ અને ગણપતિ વિસર્જન આમ બે ત્યવ્હાર એકજ દિવસે આવતા કોમી ભાઈચારો અને શાંતિ જળવાઈ રહે માટે સાધલીનાં મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ યુવાનો દ્વારા ઈદે મિલાદ સાદાઈ થી મનાવી ઈદે મિલાદ નું જુલૂસ આવતી કાલે તારીખ .29 નાં રોજ જુમ્મા ની નમાજ પછી કાઢવામાં આવશે.
સાધલી મુસ્લિમ સમાજના લોકો આજે સવારે મદીના મસ્જિદ
ખાતે એકત્ર થઇ સલાતો સલામ પઢી કેક કાપી હજરત મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસ ની ઉજવણી કરી હતી.
ત્યાર બાદ હજરત મહંમદ પયગંબર સાહેબના મુહે મુબારક ની
જિયારત કરી ધન્યતા અનુભવી હતી.તેમજ સમગ્ર ભારત દેશમાં ભાઈચારો જળવાઈ રહે માટે ખાસ દુવાઓ કરવામાં આવી હતી.
આમ સાધલી નાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા ઇદે મિલાદ કોમી ભાઈચારા સાદાઈ થી મનાવી કોમી એકતા નું ઉત્તમ ઉદાહરણ આપ્યું હતું.

ફૈઝ ખત્રી…શિનોર

[wptube id="1252022"]
Back to top button