GUJARAT

NANDOD: રાજપીપળામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ એ મિલાદની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઇ, જુલુસનું આયોજન કરાયું

રાજપીપળામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ એ મિલાદની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઇ, જુલુસનું આયોજન કરાયું

ઠેર ઠેર કેક , ચોકલેટ, નિયાઝ નું આયોજન , ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા

જુનેદ ખત્રી > રાજપીપળા

આજે ઈસ્લામિક વર્ષના ત્રીજો મહિનો રબીઉલ અવ્વલની ૧૨મી તારીખે ઇસ્લામના મહાન પયગંબરનો જન્મ દિવસ સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બિરાદરો ધામધૂમથી ઉજવતા હોય છે ત્યારે રાજપીપળામાં પણ ઈદ-એ-મિલાદની હર્ષોલ્લાસથી ઉજવણી કરાઇ હતી

રાજપીપળામાં મુસ્લિમ બિરાદરો દ્વારા મળસ્કે સલાતો સલામ પઢવામાં આવી હતી મસ્જિદોમાં ફઝરની નમાજ અદા કરાઈ હતી ત્યારબાદ જુમા મસ્જિદ ખાતેથી ઝુલુસનું આયોજન કરાયું હતું જામા મસ્જીદ થી જુલુસ નીકળી લાલ ટાવર થઈ કસ્બા વિસ્તારમાં પૂરું થયું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા ઉપરાંત ઠેર ઠેર કેક , ચોકલેટ, નિયાઝ નું આયોજન કરાયું હતું

આજના દિવસે ગરીબો ને ખવડાવવું, દાન કરવું તેમજ સમાજીક ઉત્થાન કર્યો લોકો કરતા હોય છે આજના પ્રસંગે મુસ્લિમ અગ્રણી શાહનવાઝ પઠાણ એ જણાવ્યું હતું કે ઇસ્લામ ના મહાન પયયગંબર છેલ્લા દૂત છે તેઓએ લોકોને અલ્લાહ ની કિતાબ વિશે સમજાવ્યા ,જીવન શૈલી શીખવાડી, શાંતિ નો પેગામ આપ્યો, મહિલાઓ ને સમાજમાં ઉત્તમ સ્થાન અપાવ્યું, નીચી જાતિ ના લોકો ને અછૂત માનવામાં આવતા પરંતુ પયગંબર સાહેબે બિલાલ હબસી જેવા ગુલામ ને પોતાના ગળે લગાવી ઊંચ નીચના ભેદભાવો ખતમ કર્યા ઉપરાંત દુનિયા ને શાંતિ અને સલામતી નો સંદેશ આપ્યો ત્યારે તેમણે શીખવાડેલ જીવન શૈલી દરેક માનવીએ પોતાના જીવનમાં ઉતારવાની જરૂર છે ઉપરાંત આજના મુબારક દિવસે વિશ્વમાં શાંતિ અને સલામતી માટે દુઆ ગુજરાઈ હતી

સૈયદ ઝૈદ બાપુએ જણાવ્યું હતું કે આજનો દિવસ મુસલમાનો માટે ખાસ દિવસ છે આ દિવસના સદકામાં તમામ દુનિયા કાયમ થઈ છે ત્યારે ઇસ્લામના પયગંબર દુનિયામાં આવ્યા ત્યારે લોકોનું જીવન અંધકારમાંથી ઉજાસમાં આવ્યું તેમણે લોકોને જીવનની જીવવાની સાચી રીત શીખવાડી ઊંચનીચના ભેદભાવો દૂર કર્યા અને મહિલાઓને સમાજમાં ઉમદા સ્થાન અપાવ્યું

બોક્ષ…

*** ઇદે મિલાદના દિવસે શિક્ષણના ઉત્થાન માટે અનોખો પ્રયાસ…

સામાન્ય રીતે ઈદ-એ-મિલાદના જુલુસ દરમિયાન લોકો ચોકલેટ કેક શરબત વગેરેનું વિતરણ કરતા હોય છે પરંતુ રાજપીપળામાં કસબા વિસ્તારમાં રહેતા અલ્તાફભાઈ રાઠોડ એ આજના દિવસે પોતાના બાળકોના હસ્તે પેન્સિલ રબર અને ફૂટપટ્ટી જેવા શૈક્ષણિક સાધનોનું નાના ભૂલકાઓને વિતરણ કરાવી એક નવો ચીલો ચિતર્યો છે જેનાથી લોકો જાગૃત થાય અને સમાજમાં શિક્ષણ અંગે જાગૃતિ ફેલાયતે માટે ઉમદા પ્રયાશ કહી શકાય

બોક્ષ બનાવજો

[wptube id="1252022"]
Back to top button