
આસીફ શેખ લુણાવાડા
Lunavada.મહીસાગર જિલ્લાના ખલાસપુર ગામે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કિસાન ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો

ગ્રામજનોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી, જીવામૃત બનાવવાનો પ્રેક્ટીકલ રીતે નિદર્શન પૂરું પાડવામાં આવ્યું
ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ઉપયોગી આઇ ખેડુત પોર્ટલ વિશે માહિતી આપવામાં આવી

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ખલાસપુર ગામે આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક કિસાન ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખલાસપુર ગામમાં ખેડૂતો શાકભાજી અને અનાજની મોટા પાયે ખેતી કરે છે . આત્મા પ્રોજેક્ટના મનીષભાઈ દ્વારા પ્રાકૃતિક ખેતીના તમામ આયામો વિશે ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી તેમજ મદદનીશ બાગાયત નિયામક દ્વારા બાગાયત ખેતીમાં પ્રાકૃતિક ખેતી અંગેનું મહત્વ અને બાગાયત ખાતાની યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી.
પશુપાલન અને ખેતીવાડી વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતીમાં ગાયનું મહત્વ તેમજ આઇ ખેડુત પોર્ટલ વિશે માહિતી, જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણ બચાવવા માટે આપણે કેવી રીતે સહભાગી થઈ શકીએ તેની વિગતવાર માહિતી આપી હતી.
કાર્યક્રમમાં બાગાયત વિભાગ , પશુપાલન વિભાગ અને ખેતીવાડી વિભાગમાંથી જુદા જુદા અધિકારીશ્રીઓએ ખલાસપુર ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેનો માર્ગદર્શન તેમજ ઝીણવટભરી માહિતી પૂરી પાડી હતી. તમામ ખેડૂત મિત્રોને જીવામૃત બનાવવાનો પ્રેક્ટીકલ રીતે નિદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ પ્રાથમિક શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ તેમજ મહિલા પશુપાલક બહેનો ઉપસ્થિત રહ્યા હતા.









