

શિનોર પોલીસ અને શિનોર તાલુકા ગણપતિ આયોજક મંડળો દ્વારા આજરોજ સુરક્ષા સેતુ સોસાયટી કાર્યક્રમ અંતર્ગત શિનોર તાલુકાના મોટા ફોફળીયા સી.એ.પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગજાનન મેગા રક્ત તુલા કેમ્પ નુ સહયોગી દાતાઓના સહયોગથી ખુબ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શિનોર પોલીસ,હોમ ગાર્ડ,જી.આર.ડી ના જવાનો,પત્રકારો તેમજ ગણેશ મંડળના આયોજકો દ્વારા મોટી માત્રામાં રક્તદાન કરી ગણેશ ઉત્સવ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.આ દરમ્યાન વડોદરા ગ્રામ્ય પોલીસ અધીક્ષક રોહન આનંદ,નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલ અને કરજણ પ્રાંત અધિકારી આશિષ માત્રા દ્વારા નર્મદા નદીમાં આવેલા ઘોડાપૂર માં વ્યાસ બેટ પર ફસાયેલાં લોકોને જીવ ના જોખમે રેસક્યું કરવા માટે નર્મદા નદીના ધસમસતા પ્રવાહમાં બોટ લઇને ગયા હતાં.જ્યા તેઓની બોટ નર્મદા નદીની વચ્ચે બંધ પડી ગઈ હતી.તેમ છતાં અડઘ રહેલા શિનોર PSI એ.આર.મહીડા અને તેઓની સાથે ગયેલા પોલીસ જવાનો તેમજ માછીમારો ને પુષ્પમાળા પહેરાવી સન્માનીત કરાયાં હતાં.જ્યારે ગજાનન મેગા રક્ત તુલા કેમ્પ ના કાર્યક્રમ ને સફળ બનાવવા શિનોર PSI એ.આર.મહીડા અને તેઓના પોલીસ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
ફૈઝ ખત્રી – શિનોર









