જંબુસર તાલુકા ના કાવી ગામ ના કોન્ટ્રાકટર વકકાર આઇ પટેલ (ગની) ને ભરૂચ જીલ્લા પંચાયત ના તાબા હેઠળ ના તમામ વિભાગો માં કોઇપણ કામગીરી મા ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા પ્રતિબંધિત જાહેર કર્યા.
જીલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ ના ચેરમેન તથા જીલ્લા વિકાસ અધિકારીએ જંબુસર તાલુકા ના કાવી ગામના કોન્ટ્રાક્ટર વક્કાર આઇ.પટેલ (ગની) ને કાવી ગામ ખાતે પ્રધાનમંત્રી કૃષી સિંચાઈ યોજના ના મળેલ કોન્ટ્રાક્ટ ના કામ સમયસર શરૂ ન કરતા તે સંદર્ભે ભરુચ જિલ્લા પંચાયત તાબા હેઠળના તમામ વિભાગોમાં કોઇપણ કામગીરી મા ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા પ્રતિબંધિત કરવામા આવ્યા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના કાવી ગામે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના WDC 2.0 કાવી પ્રોજેક્ટ હેઠળ જંબુસર તાલુકાના કાવી ગામે પોન્ડ આઉટલેટ -૧ અને ચેકડેમ -૨ આમ કુલ 03 કામોનું ટેન્ડર કાવી જ ગામના કોન્ટ્રાકટર વકકાર આઇ પટેલ (ગની) ને તા.૩૧/૦૩/૨૦૨૩ ના રોજ મળેલ હતું. કોન્ટ્રાકટર વક્કાર આઇ પટેલે (ગની) આ કામગીરી ની સિક્યુરિટી ડિપોઝિટ જમા કરાવી ના હતી.વોટરશેડ સમિતિ દ્વારા તા.૧૦/૦૫/ ૨૦૨૩ ના રોજ કોન્ટ્રાકટર વકકાર આઇ પટેલને નોટીસ પાઠવવામાં આવી હતી.જેમાં નોટીસમાં વોટરશેડ સમિતિ – કાવી દ્વારા તેઓ ને જણાવવા માં આવ્યું હતું કે આ પત્રની તારીખ થી હાલ ચોમાસુ નજીકમાં હોઇ આ કામો ની અગત્યતા જોતા દિન -૭ માં આ કામગીરી શરૂ કરી મે માસ સુધી માં પૂર્ણ કરવાનું રહેશે.છતાં પણ આ કોન્ટ્રાકટરે કામકાજ શરૂ ન કર્યું હતું અને વળતા જવાબમાં કોન્ટ્રાકટર વક્કાર આઇ પટેલે ૧૬/૦૫/ ૨૦૨૩ ના પત્રથી જણાવેલ કે કામગીરીની જગ્યાનું નિરીક્ષણ કરતાં સદર જગ્યા ગામના પાકા રસ્તાથી ૨૫૦૦ રનીગ મીટરનો કાચો રસ્તો છે આ રસ્તા ઉપર માલ સામાન ની હેરા ફેરી કરવી અશક્ય છે. કોન્ટ્રાકટર ના પત્ર મળ્યા તારીખ થી ૪ દિવસ બાદ કાવી વોટરશેડ સમિતિ દ્વારા કોન્ટ્રાકટર ને બતાવવા માટે તા.૨૭/૦૫/૨૦૨૩ ના રોજ ૨૮ (અઠ્ઠાવીસ) ટન કપચી હાઇવામાં લઈ જવામાં આવી હતી જેનું પ્રૂફ વોટરશેડ સમિતિના પ્રમુખ પાસે ઉપલબ્ધ હતુ. કોન્ટ્રાકટરે રાજકીય રિષ રાખીને ખોટી રીતે ટેન્ડર ભરી વિકાસના કામમાં અડચણરૂપ બનેલ હતા. જેના પરિણામે તળાવ ના પાળા તુટી પડતા આ તળાવમાં મોટુ નુકશાન થયેલ હતુ. રાજકીય રીષ રાખી કાવી ગામના વિકાસનું કામ ના કરવાના ઇરાદે પ્લાનિંગ મુજબ ખોટી રીતે કોન્ટ્રાક્ટર વક્કાર આઇ પટેલે ટેન્ડર ભરી પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું હતું.જેમાં તેઓ આ કાવતરામાં કાવી ગામનું નિર્માણ થયેલ તળાવ તૂટતાં આ તળાવ બચાવની કામગીરી કાવી વોટરશેડ સમિતિ દ્વારા અથાગ પ્રયત્નો કરવા છતા તળાવમાં પાણી ની આવક વધી જતાં વોટરશેડ સમિતિને ભારે નુકશાની નો સામનો કરવો પડ્યો હતો.અને કાવી ગામના ખેડૂતો નું સિંચાઇ નું સપનું ચકનાચૂર થઈ ગયું હતું.જો આ કોન્ટ્રાકટર દ્વારા સમયસર કામ કરવામાં આવ્યું હોત તો ગામના ખેડૂતોને આ વર્ષે વરસાદ ખેચાતા પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો ના હોત આ તળાવ મા પાણી હોત તો ૩૦૦ થી ૪૦૦ એકર જેટલી જમીન મા સિંચાઇ કરવામાં કામ લાગ્યુ હોત.આ બાબતે વોટરશેડ સમિતી કાવી ધ્વારા આ બાબતે જીલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ ના ચેરમેન વ.જિલ્લા વિકાસ અધિકારી ને રજુઆત કરવામા આવતા તેઓ દ્વારા બન્ને પક્ષો ની રજુઆત સાંભળી ને જીલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ ના ચેરમેન વ.જિલ્લા વિકાસ અધિકારી એ કોન્ટ્રાક્ટર વક્કાર આઇ.પટેલ (ગની) ને ભરુચ જિલ્લા પંચાયત તાબા હેઠળના તમામ વિભાગોમાં કોઇપણ કામગીરી મા ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવા પ્રતિબંધિત જાહેર કરવામા આવ્યા હતા.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 






