GUJARAT

આઠ હજાર આયુષ્માન કાર્ડ કાઢીને ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો રાજકોટ જિલ્લોઃ સમગ્ર ગુજરાતમાં વીસ હજાર કાર્ડ નિકળ્યા

તા.૧૯/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ જિલ્લામાં વડાપ્રધાનશ્રી નરેન્દભાઇ મોદીના જન્મદિને તા.૧૭ના રવિવારે આરોગ્યભવઃ અન્વયે એક જ દિવસમાં આશરે આઠ હજાર આયુષ્માન કાર્ડ કાઢીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવનાર જિલ્લો બન્યો છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં તા. ૧૭ના રાત્રે ૯ વાગ્યા સુધીમાં કુલ ૨૦,૦૧૬ આયુષ્માન કાર્ડ બનેલા છે. જેમાંથી ૮૦૦૦ કાર્ડ તો માત્ર રાજકોટ જિલ્લા દ્વારા જ કાઢવામાં આવેલા છે. જેથી કુલ એનરોલમેન્ટના ૪૦% કાર્ડ માત્ર રાજકોટ જિલ્લા દ્વારા કાઢવામાં આવેલા છે. આયુષ્માન ભારત યોજના શરૂ થયેથી આજ દિન સુધીનો આ હાઇએસ્ટ રેકોર્ડ છે. જે રાજકોટ જિલ્લા માટે ગર્વની વાત છે. આ માટે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના સ્ટાફે જહેમત લીધી હતી. તેમ આરોગ્ય તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નિલેશ રાઠોડે જણાવ્યુ હતું.

[wptube id="1252022"]
Back to top button