BANASKANTHAPALANPUR

યોગાંજલી વિદ્યાવિહાર ખાતે કિશોરી માર્ગદર્શન શિબિર યોજાઈ 

18 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

યોગાંજલિ કેળવણી મંડળ ગણેશપુરા સંચાલિત યોગાંજલિ વિદ્યાવિહાર ખાતે વિદ્યાર્થીનીઓની અવસ્થાગત ફેરફારોમાં મૂંઝવણને લગતા પ્રશ્નો માટે માર્ગદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં વક્તા તરીકે ઉષાબેન બૂચ,યોગાંજલિ કેળવણી મંડળના સેક્રેટરી કુ.જીજ્ઞાબેન દવે, આચાર્ય હર્ષિદાબેન, જાનવીબેન, કૈલાસબેન તથા પ્રાથમિક માધ્યમિક શાળાની શિક્ષિકા બહેનો અને પ્રાથમિક માધ્યમિક શાળાની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહેલ હતી. એમાં ઉષાબેન બુચ દ્વારા આજના પ્રવર્તમાન યુગ માં ટીનેજર્સ છોકરીઓમાં આવતા શારીરિક ફેરફારો અને તેને લીધે થતી તેમની માનસિક સ્થિતિ અને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરેલ. જેમાં તેમણે ટીનએજ શબ્દની સમજ આપી અને તે અવસ્થામાં આવતા શારીરિક ભાવનાત્મક ફેરફારો અંગે સમજ, માસિક ધર્મચક્ર, આ અવસ્થામાં થતા વિજાતીય આકર્ષણ અને તે સમયે સાવચેતીના પગલાં અને જો ધ્યાન રાખવામાં ન આવે તો સર્જાતી સમસ્યાઓ સમજાવેલ. આ ઉપરાંત પ્રવર્તમાન સમયમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ને લગતા બનાવો અને તેનાથી સ્વરક્ષણ માટેના સાવચેતીના પગલાં અંગે જાગૃત કરેલ.વિધાર્થિનીઓને મૂંઝવતા પ્રશ્નોનું પણ સુંદર નિરાકરણ આપ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button