સાગબારાથી વનસ્પતિજન્ય ગાંજાનાં જથ્થા સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. નર્મદા

તાહિર મેમણ : ડેડીયાપાડા – 16/09/2023 – નર્મદા જિલ્લાના સાગબારા ખાતે થી વનસ્પતિજન્ય ગાંજાનાં જથ્થા સાથે આરોપીને એસ.ઓ.જી નર્મદા એ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રશાંત સુમ્બે પોલીસ અધિક્ષક નર્મદા નાઓ દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર ચાલતા માદક પદાર્થોની હેરફેર/વેચાણની પ્રવૃતિઓને સંપૂર્ણ નેસ્ત નાબુદ કરવા સુચના આપતા નાર્કોટીક્સના કેસો શોધી કાઢવા માટે પોલીસ ઇન્સસ્પેક્ટર આર.જે. ગોહિલ એસ.ઓ.જી શાખા નર્મદાનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાનાં માણસોએ ટીમો પાડી બાતમીદાર થી બાતમી મેળવેલ કે, મોજે સાગબારા ગામે રહેતો એક ઈસમ પોતાના ઘરે ગે.કા.નો વગર પાસ પરમીટનો ગાંજો રાખી તેનું વેચાણ કરે છે. જે ચોક્કસ બાતમી હકીકત આધારે બાતમી વાળી જ્ગ્યાએ રેઈડ કરતા જાવેદખાન ઉસ્માનગની પઠાણ રહે. સાગબારા, જંગલ ફળિયુ, તા.સાગબારા, જી.નર્મદા ના પોતાના રહેણાંક ઘરમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ સુકો ગાંજા કુલ વજન ૧૨૮૫ કિ.ગ્રા જેની કિ.રૂ.૧૨,૮૫૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી સાગબારા પોલીસ સ્ટેશનમાં એન.ડી. પી.એસ.એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરી છે.









