BANASKANTHADEESA

લુણપુરમાં શ્રી મહાવીર જન્મ ઉત્સવ ઉજવાયો

આગમવિશારદ પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ અને પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં લુણપુર ગામમાં ભવ્ય શ્રી મહાવીર જન્મ ઉત્સવ ઉજવવામાં આવ્યો. આજે ભારતભરમાં શ્રી પર્યુષણા મહાપર્વ અંતર્ગત શ્રી મહાવીર જન્મવાંચન અવસરે ભગવાનનું પારણું ઝૂલાવવામાં આવતું હોય છે. જૈન સંઘ વગરના ગામમાં ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર ગ્રામજનો 1500 થી વધુ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે એક નવા ઇતિહાસનું સર્જન થયું છે. ગામની દરેક છ શાળાના બાળકો હાજર રહ્યા હતા. દરેક ગામજનોએ પૂજ્ય ગુરુમહારાજના આશિર્વાદ લઈને ખૂબ જ શિસ્તપૂર્વક લાઇનસર આવીને ચાંદીનું પારણું ઝૂલાવ્યુ હતું. સેંકડો ગામજનોએ ભગવાનના જન્મવાંચનની ખુશાલીમાં 300-400 થી વધુ શ્રીફળ વધેર્યા હતા. પૂજ્ય ગુરુમહારાજે શ્રી મહાવીર જન્મવાંચન અવસરે હિતશિક્ષા આપતા જણાવ્યું હતું કે જો ભગવાન માત્ર ક્ષત્રિયાણીના પેટે જ જન્મ લેતા હોય તો એ ક્ષત્રિયોએ પોતાના પેટમાં માંસ-દારૂ-ગુટખા-તબાકું કઈ રીતે નાંખી શકાય? એ જમાનામાં તો ભગવાન ક્ષત્રિયને ત્યાં જ જન્મ લે, પરંતુ જો હવે જન્મ લેવાનો હોય તો આજે એકપણ એવું ઘર મળશે કે જેના આખા પરિવારમાં કોઈનેય કોઈપણ જાતનું વ્યસન ન હોય? ભગવાન જ્યારે માતાના પેટમાં હતા ત્યારે માતાને પીડા ન થાય એ માટે હલનચલન બંધ કરેલું, આ ઉપરથી માતાને એમ સંદેહ થયો કે પુત્ર જીવતો તો હશે ને? પછી ભગવાને હલનચલન કર્યું અને સંકલ્પ કર્યો કે મારા માતા-પિતાને આર્તધ્યાન ન થાય માટે તેઓ જીવતા છે ત્યાં સુધી હું દીક્ષા નહિં લઉં. આના ઉપરથી આપણને બોધપાઠ મળે છે કે ભગવાન પણ જો માતા-પિતાનો આટલો ખ્યાલ રાખતા હોય તો આપણે કેટલો બધો રાખવો જોઈએ.

ભરત ઠાકોર ભીલડી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button