
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ દાદરી ફળિયા ખાતે આવેલા હળપતિવાસની શેરીમાં ચોમાસે કાદવ કીચડ રહેતા અવર જવર કરવા લોકોને હાલાકી પડતી હતી,જ્યાં છેલ્લા ઘણા સમયથી પેવર બ્લોકની કામગીરી કરવા લોકોમાં માંગ ઉઠી હતી.જેના માટે એટીવીટી યોજના અંતર્ગત સરકારી મંજૂરી મળતા તાલુકા પંચાયતના સ્થાનિક સભ્ય મોહિનીબેન મુકેશભાઈ પટેલના હસ્તે પેવરબ્લોકની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.જેમાં તાલુકા પંચાયત પ્રમુખ રક્ષાબેન પટેલ,પંચાયતના વોર્ડ સભ્ય જગદીશ પટેલ,ભાજપના આગેવાન પ્રશાંતભાઈ પટેલ,સામાજિક અગ્રણી મુકેશ પટેલ સહિતના આગેવાનો અને ફળિયાના લોકો ઉપસ્થિત રહ્યા હતા.હળપતિવાસમાં ઘરે ઘરે આંગણામાં પેવર બ્લોક માટેના કામની શરૂઆત થતા અહીંના પરિવારોમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી હતી.
[wptube id="1252022"]





