

11 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી લક્ષ્મીપુરા કડવા પાટીદાર સાર્વજનિક મંડળ સંચાલિત શ્રી સંસ્કાર વિદ્યાલય લક્ષ્મીપુરાએ સ્પોર્ટ્સ ક્ષેત્રે અદ્રિતિય સિદ્ધિ મેળવેલ છે. પાલનપુર શહેર તાલુકા કક્ષાએ શાળાએ કબડી અને ખોખોની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં 11 વિદ્યાર્થીઓ અને 9 વિદ્યાર્થીનીઓ જિલ્લાકક્ષાએ પસંદગી પામ્યા છે તેઓ તા: ૨૨/૦૯/૨૦૨૩ ના રોજ થરાદ તાલુકાના ભોરડુ ખાતે જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે. શાળાના આચાર્યશ્રી જી.જી.પટેલે તમામ વિદ્યાર્થીઓને અને સ્પોર્ટ્સ ટીચર શ્રી દિનેશભાઈ ઇલાસરીયાને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
[wptube id="1252022"]









