જાંબુઘોડા નગરમાં તથા તાલુકામાં દારૂ સદંતર બંધ છે. તો દારૂ આવે છે ક્યાં થી?


જાંબુઘોડા ચાર રસ્તા પાસે બાઈક ચાલક તેમજ બાઈક પાછળ બેઠેલ બાઇક સવાર દારૂ પીને મસ્ત બનીને બાઈક ઉપરથી વારંવાર પડી જતા હતા અને બાઈક ઊભું કરવા જાય ત્યારે નશામાં મસ્ત યુવાનો બાઈક સાથે પડી જતા હતા .જ્યાં રમુજ દ્રશ્ય જાંબુઘોડામાં સર્જાવા પામ્યા હતું. અને નગરમાં ચર્ચા ચાલી રહી છે કે જાંબુઘોડા નગરમાં તથા તાલુકામા દારૂ સદંતર બંધ છે તો દારૂ આવે છે ક્યાંથી ? તે આ વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. ચાર રસ્તા પાસે આવેલ સર્કિટ હાઉસની બહાર હોમગાડ તથા જી.આર.ડી.નો પોઇન્ટ છે છતાં પણ નશાબાજ દાદાઓ પોતાની મસ્તી માં મસ્ત બનેલા હતા .આ નશાબાજોને સ્કૂટરની કિક પણ મારવાના હોશ ન હતા. આવા સમયે એક માનવતા વાદી રાહદારીએ સ્કૂટર ચાલુ કરીને સ્કૂટર ઉપર બેસાડીને વિદાય આપી હતી .આ નશાબાજો થોડા અંતરે રોડ ઉપર પડી જવા પામ્યા હતા. તે અરસામાં કોઈ ભારે વાહન આવી જાત ને અકસ્માત થાય તો જવાબદાર કોણ ?એ સવાલ વિસ્તારમાં ચર્ચાઈ રહ્યો છે. આ વિસ્તારના અડડાઓ બંધ છે તો પછી આ દારૂ ક્યાંથી પીને આવે છે. તે તપાસનો વિષય બન્યો છે અને ચર્ચાનો વિષય બન્યો છે .આ વિસ્તારમાં કેટલાય અકસ્માતો થયા છે. કેટલી બહેનોએ પોતાનો લાડકવાયો ભાઈ ગુમાવ્યો છે જ્યારે કેટલીક માતાએ એકનો એક લાડકવાયો ગુમાવ્યા છે ત્યારે કેટલીક બહેનો આવા દારૂના કારણે વિધવા બનેલ છે. તો નવા આવેલ પી.એસ.આઇ. સાહેબ આવા અડડાઓ ની તપાસ કરાવીને ઉપર મુજબ જે બનાવ બન્યા છે તે અટકાવીને માનવતા વાદી કાર્ય કરશે ખરા ? તેવું આ વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે. ઉપરા ઉપરી ઇંગ્લિશ દારૂ તેમજ જુગારીઓ ઉપર સપાટો બોલાવીને આ વિસ્તારમાં પી.એસ.આઇ. તથા પોલીસ સ્ટાફ આ વિસ્તારમાં પ્રશંસા ને પાત્ર બન્યા છે.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી









