
ભીલડી પોલીસ સ્ટેશન ખાતે છેલ્લા ત્રણ મહિનાથી ફરજ બજાવી રહેલ પ્રોબેશનલ આઈ.પી.એસ સુબોધ આર માનકર નો ત્રણ મહિના નો ભીલડી પોલીસ સ્ટેશનમાં ટાઈમ પૂરો થતાં અને આઠ પોલીસ કર્મીઓ નો બદલી થતાં તેમનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો તેમાં પ્રથમ દીપ પ્રાગટ્ય કરી આવેલ મહેમાનો પીએસઆઈ એ.કે દેસાઈ.પીએસઆઈ બી.એલ રાયજાદા.પીએસઆઈ આર.જે.ચૌધરી.પીએસઆઇ આર.એમ.ચાવડા અને દિયોદર ડીવાયએસપી કચેરી સ્ટાફ .ભીલડી પોલીસ સ્ટાફ.રાજકીય આગેવાનો પત્રકાર મિત્રો. વહેપારીઓ એ આઇપીએસ સુબોધ માનકર અને પોલીસ કર્મીઓ નું ફુલહાર સાલ મોમેંન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ગોગાબાપા ના આશીર્વાદ લીધા હતા તેમજ આઇપીએસ સાથે પોલીસ સ્ટાફ પણ ઠોલ ના તાલે ઝૂમી ઉઠ્યા હતા તેમાં બહોળી સંખ્યા માં વડીલો ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા અને આઇપીએસ માથે ફૂલો ની વર્ષા કરી વિદાય આપવામાં આવી હતી સાથે ભોજન લઈ છૂટયા પડ્યા હતા
ભરત ઠાકોર ભીલડી