GUJARATIDARSABARKANTHA

ઈડર તાલુકાના જાદર ખાતેનું મુધનેશ્વર મહાદેવ આઠસો વર્ષ કરતા પૌરાણિક મંદિર

ઈડર તાલુકાના જાદર ખાતેનું મુધનેશ્વર મહાદેવ દાદાનાં મંદિરનો અનેરો મહિમા રહેલા છે.. આઠસો વર્ષ કરતા પૌરાણિક મંદિર ખાતે સ્વયંભૂ મહાદેવનાં દર્શન થાય છે.. કોઈપણ વ્યક્તિને સર્પ દર્શ થાય તો ધરે બેઠયા મુધનેશ્વર મહાદેવની માનતા રાખવાથી શરીરમાં ઝેર વ્યાપ્તું અટકે છે.. શ્રાવણ માસની સાથોસાથ ભાદરવા માસના બીજાં સોમવારથી ત્રિદિવસીય મેળો યોજાતો હોઈ છે જેમાં વર્ષ દરમીયાન માનેલી માનતાઓ ભક્તો દાદાનાં દર્શને આવી પૂરી કરતા હોઈ છે.. લોકવાયકા મુજબ આજેપણ મંદિરના ગર્ભગૃહ નીચે દાદાનો રાફડો આવેલો છે જ્યા સવાર સાંજ પૂજારી દ્રારા પખાલ કરી પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે.. જોઇએ  વિશેષ અહેવાલમાં…

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાનું જાદર ગામ આવેલું છે જ્યાં ગામની વરચે આશરે આઠસો વર્ષ કરતા પણ વધુ સમય પહેલાંનું પૌરાણિક સ્વયંભૂ શિવલિંગ મહાદેવનું મંદિર આવેલું છે.. મંદિરની વિશેષતા કઈક એવી છે કે શ્રાવણ માસમાં મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે ખાસ કરીને મહાદેવનાં મંદિરોમાં શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે.. જાદર ખાતેનું મુધનેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસમાં ગામનાં યુવાનો તેમજ પૂજારી દ્રારા દાદાને ખાસ શણગાર કરવામાં આવતો હોય છે સાથે સાથે શ્રાવણ માસમાં પ્રથમ સોમવારનું ખાસ મહત્વ રહેલું છે પ્રથમ સોમવારે આસપાસ નાં ભકતો હજારોની સંખ્યામાં અહીંયાં દર્શન અર્થે આવતા હોય છે.. મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગામનાં મુખી દ્રારા શ્રીફળ ધરાવવામાં આવતું હોય છે ત્યાર બાદ ભકતો અહીંયા તેઓએ માનેલી માનતાઓ પ્રમાણે શ્રીફળ સુખડી અગરબત્તી જેવી બાધાઓ પૂર્ણ કરતા હોઈ છે.. આ મંદિર ખાતે આજેપણ વર્ષોથી સેવા આપનાર સેવક દ્રારા કોઈપણ વ્યક્તિને સર્પ દર્શ થાય તો તેનું ઝેર મુધનેશ્વર મહાદેવ ખાતેનાં સેવક ઠાકોર ધુડાજી દ્રારા ઉતારવામાં આવી રહ્યુ છે..

આમ તો શ્રાવણ માસમાં શિવજી ની આરાધના માટે વિશેષ મહત્વ રહેલું છે જૉકે જાદર ખાતેના મુધનેશ્વર મહાદેવ મંદિરનું ભાદરવા માસના બીજાં સોમવાર ખાસ મહત્વ રહેલું છે મંદિર ખાતે ભાદરવાના માસનાં બીજાં સોમવારથી ત્રિદિવસીય મેળો યોજાતો હોઈ છે જેમાં સાબરકાંઠા મહેસાણા જીલ્લાના ભક્તો લાખોની સંખ્યામાં દાદાનાં દર્શને આવતા હોય છે.. મંદીર પરિસર ખાતે આજેપણ લીંબડાનું ઝાડ યથાવત જોવા મળી રહ્યુ છે.. આસ્થા મુજબ હાલપણ કોઈપણ વ્યક્તિને ઝેરી સર્પ દર્શતો મંદિર ખાતે રહેતાં સેવક દ્રારા લીમડાથી ઝેર ઉતારવામાં આવતું હોય છે જ્યારે ભકતો દ્રારા શ્રાવણ માસમાં સવાર સાંજ થાળ પણ ધરાવવામાં આવતો હોય છે.. મંદીર ખાતે આવતા દર્શનાર્થીઓ આજેપણ મુધનેશ્વર મહાદેવનાં દર્શન કરી દાદાની ભકિતમાં લીન થતા જોવા મળી રહ્યા છે.. લોકવાયકા મુજબ શિવજીની સામે બીરાજમાન પોઠયાના કાનમાં વ્યક્તિ તેનાં દુઃખની વાત કહે છે તે શીવજી અવ્યશ સાંભળતા હોય છે અને દુઃખનું નિવારણ આવતું હોય છે…

જાદર ખાતે ભાદરવા માસના બીજાં સોમવાર થી ત્રિદિવસીય મેળો યોજાતો હોઈ છે જેમાં સાબરકાંઠા જિલ્લા સહિત અન્ય જિલ્લાઓ માંથી પણ લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ મુધનેશ્વર મહાદેવનાં દર્શન આવી મેળો માણતા હોય છે.. ખાસ કરીને વર્ષ દરમીયાન કોઈપણ વ્યક્તિને સર્પ દર્શ થયું હોઈ અને દાદાની માણતા રાખેલ હોઈ તો તેઓ સોમવાર મંગળવાર તેમજ બુધવાર એમ ત્રણ દીવસ સુધી ચાલતા મેળામાં મંદિર ખાતે આવતા હોઈ છે અને શ્રીફળ સુખડી જેવી માનેલી માનતાઓ પૂર્ણ કરતા હોઈ છે.. સૌથી વધુ મહત્વની વાત એ છેકે મંદીર ખાતે ભાદરવા માસના બીજાં સોમવાર થી ત્રિદિવસીય મેળો સરું થતો હોય છે જેણે લઇ એક મહિના અગાઉથી પંચાયત તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા ત્યરીઓ સરું કરી દેવાતી હોઈ છે.. ત્યારે મેળાની શરૂવાત થતાં પહેલાં આજેપણ ગામનાં મુખી દ્રારા દાદાને શ્રીફળ અર્પણ કરવામાં આવતું હોય ત્યાર બાદ મંદિર ભકતો માટે ખુલ્લું મૂકવામાં આવતું હોય છે.. એક તરફ મંદિરની લોકવાયકા એવી છે કે મંદિરનાં ગર્ભગૃહ માં જ્યાં શીવજી નાં દર્શન થાય છે ત્યાં નીચેના ભાગમાં ગાયની ખડી આવેલી છે જ્યાં પૂજારી દ્રારા સવાર સાંજ પખાલ કરી પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે.. જ્યારે કોઈપણ વ્યક્તિને સર્પ દર્શ સાથે સાથે પરું થતુ હોઈ કે શરીરમાં કોઈપણ પાક થતો હોઈ તો તેય દુઃખ દૂર થતુ હોય છે.. મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓ દાદાનાં દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે…

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button