
આસીફ શેખ લુણાવાડા
વિરપુરના લીલાબેન આકોલીયાની ખોડલધામ સમાધાન પંચના અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી.
મહીસાગર જિલ્લાના વિરપૂરના લીલાબેન અંકોલીયા સમસ્ત લેઉવા પટેલ સમાજના આત્મ ગૌરવનું પ્રતીક એવા ખોડલધામમાં સમાધાન પંચના અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવતા સમગ્ર મહીસાગર જિલ્લામાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી લીલાબેન અંકોલીયા મહિલા આયોગના ચેરપર્સન રહી ચુક્યા છે. અને ખોડલધામ સમાધાન પંચના અઘ્યક્ષ તરીકે લીલાબેન અંકોલિયાની નિમણુંક થતા જીલ્લાવાસીઓએ શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો. તેમજ વાત્સલ્ય સમાચાર પણ શુભેચ્છાઓ પાઠવે છે
[wptube id="1252022"]