GUJARATLUNAWADAMAHISAGAR

ખેતરમાં આવેલ બોરની ઓરડીની ખુલ્લી ચોપાળમાં જુગાર રમતા હતા અને ટાઉન પોલીસ ત્રાટકી

આસીફ શેખ લુણાવાડા

ખેતરમાં આવેલ બોરની ઓરડીની ખુલ્લી ચોપાળમાં જુગાર રમતા હતા અને ટાઉન પોલીસ ત્રાટકી

 બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાલાસિનોર પિતુલભાઇ વલ્લભભાઇ પટેલના ખેતરમાં આવેલ બોરની ઓરડીની ખુલ્લી ચોપાળમાં છ ઇસમો પત્તા પાનાનો હાર જીતનો જુગાર રમી રમાડી પત્તા પાના નંગ-પર તથા દાવ ઉપરથી રોકડ રૂા.૧૪૮૦/- તથા તમામ આરોપીઓની અંગ ઝડતીમાંથી મળી આવેલ રોકડ રૂ.૧૬૬૯૦/- કુલ્લે કિમત રૂપિયા ૧૮૧૭૦/- નાં મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડી ગણનાપાત્ર જુગારનો કેસ બાલાસિનોર ટાઉન પોલીસ દ્વારા નોંધવામાં આવ્યો છે.

જેમાંઆરોપીઓ (૧) સંજયભાઇ શાંતિલાલ પટેલ (૨) પ્રદિપકુમાર કાન્તિભાઇ પટેલ (૩) પ્રફુલકુમાર વલ્લભભાઇ પટેલ (૪) સ્નેહલકુમાર અંબાલાલ પટેલ તમામ રહે,પટેલવાડા બાલાસીનોર તા.બાલાસીનોર જી.મહીસાગર (૫) વિજયભાઇ મણિલાલા મહેરા (૬) વિજયકુમાર સોમાભાઇ મહેરા બંને રહે.નવા ભોઇવાડા બાલાસિનોર તા.બાલાસીનોર જી.મહીસાગર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

આ કામગીરી કરવામાં પીએસઆઈ સી.કે.સીસોદીયા (૨) એ.એસ.આઇ દેવેન્દ્રસિંહ નટવરસિદ્ધ (૩) અ.પો.કો સત્તાભાઇ કાળાભાઇ (૪) અ.પો.કો શૈલેષભાઇ ખેગારભાઇ (૫) અ.પો.કો રીતેશકુમાર રમેશભાઇ (૬) આ.પો.કો હર્ષ કાર્તિકભાઇ અધિકારી/કર્મચારીઓ જોડાયા હતા

 

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button