GUJARATNANDODNARMADA

સારંગપુરમાં હનુમાનજીની મૂર્તિમાં વાંધાજનક પ્રદર્શન સામે સાધુ સંતોમાં રોષ નર્મદા જિલ્લા કલેકટરને આવેદન આપ્યું

સારંગપુરમાં હનુમાનજીની મૂર્તિમાં વાંધાજનક પ્રદર્શન સામે સાધુ સંતોમાં રોષ નર્મદા જિલ્લા કલેકટરને આવેદન આપ્યું

 શ્રી મધ્ય ગુજરાત રામાનંદ વિરક્ત મંડળ, સનાતન સંત સમિતિ,કરણી સેના, બ્રહ્મ સેના, સમગ્રતય સનાતન ધર્મના સાધુ સંતો દ્વારા આવેદન અપાયું

રાજપીપલા : જુનેદ ખત્રી

 

સનાતન ધર્મનાં સમાજની આસ્થાને ઠેસ પહોચાડનાર તત્વો સામે કાર્યવાહી કરવા સંતોએ નર્મદા કલેકટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે

જેમાં જણાવ્યા મુજબ ઘણા સમયથી ગુજરાત માં ફૂલેલા ફાલેલા સમ્પ્રદાયને તેના પડેલા ફાટાઓ દ્વારા સતત સનાતન ધર્મના ઈતિહાસ ને સનાતન ધર્મના માનદ ચિન્હો કે સનાતન ધર્મના દેવીદેવતાઓ બાબતે અપમાન જનક વાતો કે અપમાન જનક ઈતિહાસ ના સાહિત્યો લખી સમાજમાં વૈમનસ્ય ફેલાવી સનાતન ધર્મના લોકોની આસ્થા સાથે ખિલવાડ કરવામાં આવે છે સાથે સાથે દેવી દેવતાઓને સંપ્રદાયના સ્વામી ના સેવક હોઈ તેમ દર્શાવી ધર્મ હીનતા દર્શાવી છે.

  ચાર મહિના પહેલા એક કિંગ ઓફ સારંગપુરના નામે એક મહાકાય હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી છે. આ મૂર્તિમાં ઘણું વાંધા જનક પ્રદર્શન કરવામાં આવ્યું છે. હનુમાનજીને રામ ભદ્ર તિલક થાય તેની જગ્યા પર હનુમાનજીને સ્વામિનારાયણ સમ્પ્રદાય નુ તિલક કરવામાં આવ્યું છે જે સનાતનધર્મના પુરાણોથી કે પરમ્પરાથી વિપરીત છે,જે સનાતન ધર્મીઓની આસ્થા પર પ્રહાર છે. જે બાબતે યોગ્ય પગલા લેવા,આજ મૂર્તિમાં નીચે બનાવેલા પ્લેટફોર્મ પર ભીત ચિત્રો કે તકતીઓ જે  પ્રદર્શન આર્થે મુકેલી છે. તે માં દર્શાવેલ દ્રશ્યોમાં હનુમાનજીને સ્વામી સહજાનંદ ના સેવક કે સ્વામી સહજાનંદ ના માતા પિતા ને વંદન કરતા કે સેવક ભાવ થી દર્શાવ્યા છે. જે હનુમાનજી નું અપમાન થાય છે. અને સાથે સનાતન ધર્મીઓની આસ્થા ને બહુ મોટી ઠેસ પહોચી છે. આ સંપ્રદાયના સંતો કે વહીવટ કરતાઓ સામે રાષ્ટ્ર ની એકતાને હાની પહોચાડવાનું કૃત્ય કરેલ છે.આવા કૃત્યો દેશની બહુલક સમાજ માટે હાની કરતા છે અને બહુલક સનાતન ધર્મ ની પ્રજા ની આસ્થા ને ઈતિહાસ સાથે ના ચેડા છે.

 

          વડતાલ ગાદી, સોખડા ગાદી, ગઢડા, મણીનગર, કાલુપુર, બાપ્સ, જેવા દરેક ફાટામાં સાહીત્યોમાં પણ આવીજ રીતે સનાતન ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરેલ છે. તદુપરાંત દરેક બની બેઠેલા સંતો ( જે પણ સનાતન ની પ્રણાલી વિરુધ રીતે) દ્વારા પણ બેફામ વાણી વિલાસ પર સનાતનધર્મને હાની થાય તે રીતે પ્રવચનો કે, મનધડંત વાતો કરીને ઘણા સમયથી સતત સનાતાન ધર્મના લોકો ધાર્મિક આસ્થા પર કુઠારા ઘા કરે છે. જે કોઈ પણ રીતે સનાતન ધર્મના લોકોના આવા કૃત્યો સામે આપને સરકારી રાહે કાર્યવાહી કરવા અમારી લાગણીને માગણી છે.જો સરકાર દ્વારા પગલા નહિ લેવાય તો વૈદિક રીતે આનો વિરોધ કરવા માં સંતો, મહંતો અને સનાતન ધર્મી ઓ પીછે હઠ નહિ કરે તેમ શ્રી મધ્ય ગુજરાત રામાનંદ વિરક્ત મંડળ સનાતન સંત સમિતિ કરણી સેના બ્રહ્મ સેના સમગ્રતય સનાતન ધર્મીઓ દ્વારા આપેલા આવેદન  માં જણાવાયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button