
વિજાપુર તાલુકા ના મોરવાડ ગામે તળાવ માં નર્મદાનું પાણી છોડવા માં આવતા ખેડૂતોએ વધામણાં કર્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના મોરવાડ ગામે કેનાલ માંથી નર્મદા નીર નું પાણી તળાવમાં છોડવા માં આવતા ખેડૂતો એ ખુશી સાથે પાણી ના વધામણાં કર્યા હતા વર્તમાન સમયે વરસાદ પાછો ખેંચાઈ જતા ખેડૂતો માં ખેતી માટે ચિંતાઓ ઉભી થઇ હતી પરંતુ હાલમાં મોરવાડ ગામના તળાવ માં નર્મદા નું પાણી છોડવા માં આવતા આસપાસ ના લોકોને પણ ખેતી માટે રાહત ઉભી થઇ છે ખેડૂતોએ નર્મદા પાણી ના વધામણાં કરી ખુશી વ્યક્ત કરી હતી આ ગામના મનીષ ભાઈ પટેલે જણાવ્યું હતુકે હાલ માં વરસાદ ખેંચાઈ ગયો છે ચોમાસા ની ઋતુના શરૂઆત માં વરસાદ મન મૂકીને વરસ્યો હતો ખેડૂતોએ ખેતીની શરૂઆત કરી હતી પરંતુ ચાલુ માસ માં વરસાદ નુ એક ટીપુંય પાણી નહીં આવતા ખેડૂતો મૂંઝવણ માં મૂકાયા હતા ખેતી ને નુકશાન થાય તેવા માહોલ વચ્ચે તળાવ માં નર્મદા નીર નું નવું પાણી છોડવા આવતા ખેડૂતોમાં ખેતીને લઈને રાહત ઉભી થઇ જેને લઇને નવા નર્મદા નીર ના ખેડૂતો એ વધામણાં કરી ખુશહાલી વ્યક્ત કરી હતી