
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક “ઓરા સ્પા” ની આડમાં ચાલતો દેહવ્યાપાર એસઓજી નર્મદા એ ઝડપી પાડ્યો
નર્મદા એસ.ઓ.જી પોલીસ ટીમે બાતમીને આધારે રેડ કરતા દેહવ્યાપાર સાથે સંકળાયેલી ત્રણ મહીલાઓ મળી આવી
ઓરા સ્પાનો સંચાલક આરોપી મૌલિકગિરી પ્રવિણગીરી ગોસ્વામી બહારથી મહિલાઓને બોલાવી મસાજની આડમાં અનૈતિક દેહ વ્યાપાર ચલાવતો હતો
૧૦ દિવસ અગાઉ ગરુડેશ્વર પોલીસના રૂટિન ચેકઅપમા સ્પામા કામ કરતી મહિલાઓના જરૂરી દસ્તાવેજો નહિ રાખવા બદલ જાહેરનામા ભંગ અંગેનો ગુનો “ઔરા અને ક્રાઉન સ્પાના માલિકો સામે નોંધાયો હતો
રાજપીપળા: જુનેદ ખત્રી
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગરુડેશ્વર હાઇવે ઉપર આવેલી ગ્રાન્ડ યુનિટી હોટલની નીચે ચાલતા “ઔરા સ્પા” ની આડમા ચાલતા દેહ વ્યાપારનો નર્મદા એસ.ઓ.જી પોલીસે પરદાફાસ કર્યો છે.બાતમીને આધારે નર્મદા એસ.ઓ.જી પીઆઈ કમલેશ મકવાણા સહિતની ટીમે ઓરા સ્પા પર રેડ કરતા દેહવ્યાપાર સાથે સંકળાયેલી ૦૩ મહીલાઓ મળી આવી હતી.જોકે નિવેદન લીધા બાદ ત્રણેવ મહિલાઓને છોડી દેવામાં આવી હતી ૧૦ દિવસ અગાઉ ગરુડેશ્વર પોલીસના રૂટિન ચેકઅપમા સ્પામા કામ કરતી મહિલાઓના જરૂરી દસ્તાવેજો નહિ રાખવા બદલ જાહેરનામા ભંગ અંગેનો ગુનો ઓરા અને ક્રાઉન સ્પાના માલિકો સામે નોંધાયો હતો.
ગરુડેશ્વર પોલીસ મથકે દાખલ ફરિયાદ મુજબ તારીખ ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ SOG ટીમ દ્વારા ગરુડેશ્વરના ગ્રાન્ડ યુનિટી હોટલ કોમ્પ્લેક્સ ખાતે આવેલ “ઔરા સ્પા” મા પોલીસને શંકા હતી કે સ્પાની આડમાં મહિલાઓ પાસે અનૈતિક ધંધો કરાવવામાં આવે છે.આથી પોલીસે રેડ કરતા સ્પાની અંદરથી ત્રણ જેટલી ભોગ બનનાર મહિલાઓ અને ગ્રાહકો ઝડપાઈ ગયા હતા.
સ્પાનો સંચાલક મૌલિકગીરી પ્રવીણગિરી ગોસ્વામી (હાલ રહે.દેવલિયા ચોકડી, મૂળ રહેવાસી પટેલ ફળિયું, ગામ ચિતરવાડા તા.તારાપુર, જી.આણંદ) મસાજના નામે બહારથી મહિલાઓને બોલાવી પ્રલોભનો આપી સ્પામા રાખી બહારથી ગ્રાહકોને બોલાવતો હતો, સ્પામા મસાજના નામે કુલ રૂપિયા ૪૦૦૦/- લઈ મહિલાને ૨૦૦૦/- રૂપિયા આપી પોતે ૨૦૦૦/- રાખતો હતો. ભોગ બનનાર મહિલા સાથે શરીર સંબંધ બંધાવી મહિલાને અડધા રૂપિયા આપી મૌલિકગીરી પ્રવીણગિરી ગોસ્વામી તેની કમાણી ઉપર પોતાનું જીવન નિર્વાહ ચલાવતો હતો.
જો કે પોલીસની રેડ દરમિયાન મજકુર આરોપી મળી આવતા તેની પાસેથી રોકડ રૂપિયા ૨૦૦૦/- અને બે નંગ મોબાઈલ ફોન જેની કિંમત રૂ.૭૦૦૦/- ભોગબનનાર મહિલા પાસેથી રૂ.૨૦૦૦/- અને CCTV કેમરા નો DVR જેની કિંમત રૂ.૧૦૦૦/- એમ કુલ રૂપિયા ૧૨૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. પોલીસ દ્વારા આરોપીને ઝડપી લઇ તેની સામે ઈંમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ૧૯૫૬ ની કલમ ૩,૪ અને ૫ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે