GUJARAT

મસુરીના આઈ.એ.એસ. તાલીમાર્થીઓનો નર્મદા જિલ્લામાં આદિજાતિ જીવનશૈલી સંદર્ભે શૈક્ષણિક પ્રવાસ સંપન્ન.

વાત્સલ્યમ સમાચાર
કેવડિયા કોલોની
અનીશ ખાન બલુચી

મસુરીના આઈ.એ.એસ. તાલીમાર્થીઓનો નર્મદા જિલ્લામાં આદિજાતિ જીવનશૈલી સંદર્ભે શૈક્ષણિક પ્રવાસ સંપન્ન
—–
હસ્તશિલ્પ કલા અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિ વારસો ધરાવતા આદિજાતિના ઉત્કર્ષ માટે સરકારની અનેકવિધ યોજનાઓ આશિર્વાદ સમાન : મસુરીના આઈ.એ.એસ. તાલીમાર્થીઓ
—–
ટ્રેઈની આઈ.એ.એસ. સાથે બ્રિફિંગ સેશન યોજીને ઉત્સાહપૂર્વક કામગીરી કરવા પ્રોત્સાહિત કરી શુભકામનાઓ પાઠવતા નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા
—–
રાજપીપલા, શુક્રવાર :- દેશના વડાપ્રધાનશ્રીએ હરહંમેશ આદિવાસી સમાજને વિકાસની મુખ્યધારા સાથે જોડી અગ્રહરોળમાં લાવવાના અવિરત પ્રયાસો કર્યો છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના કુશળ નેતૃત્વવાળી રાજ્ય સરકાર પણ આદિજાતિના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક ઉત્કર્ષની દિશામાં આગેકૂચ કરી છે.
ગિરિમાળાઓની ગોદમાં આવેલા વન સમૃધ્ધિ તથા પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર નર્મદા જિલ્લાનાં આદિજાતિ સમુદાયને વિકાસની મુખ્ય હરોળમાં લાવવા માટે ગુણવત્તા યુક્ત શિક્ષણ, નિ:શુલ્ક સારવાર માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને પાકા મકાનના સ્વપ્નને સાચા અર્થમાં સાકાર કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની અનેકવિધ યોજનાઓને છેવાડે સુધી પહોંચાડી છે.
આદિવાસીઓ અનોખા છે, તેમના ખાન-પાન, જીવનશૈલી અને સંસ્કૃતિ પણ અનોખી અને સમૃધ્ધ છે. ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા આદિજાતિ સમાજના દીકરા-દીકરીઓ હવે ઉચ્ચ અભ્યાસ કરીને ઉજ્જવળ ભવિષ્યની રાહ કંડારી રહ્યાં છે.
નર્મદા જિલ્લાના આદિજાતિ સમુદાયની જીવનશૈલી અને આજીવિકા અંગે શૈક્ષણિક પ્રવાસે આવેલા લબાસના, મસુરીના ભારતીય સિવિલ સર્વિસના ટ્રેઈની અધિકારીશ્રીઓએ દેડિયાપાડાના સામોટ અને ડુમખલ ગામમાં વસવાટ કરતા આદિજાતિ સમાજની જીવન જીવવાની ઉત્તમ શૈલીથી પ્રભાવિત થયા હતા.
આ પ્રસંગે ટ્રેઈની આઈ.એ.એસ.શ્રી અમીત ઉદિંરવાડે એ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું કે, આદિજાતી સમાજની જીવનશૈલી અનોખી અને સાંસ્કૃતિક વારસો અતિ સમૃધ્ધ છે, અમે ગ્રામજનો સાથે સંવાદ કર્યો ત્યારે તેમના પ્રેમાળ સ્વભાવ અને સ્વભાવમાં સાદગીથી અમે ખુબ પ્રભાવિત થયા છીએ. અહીંના ગ્રામજનોના પાકા મકાનના સ્વપ્ન સાકાર થયા છે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય માટે સહાય, પાણી-વીજળીની સુવિધા સહિતની માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે જે ખુબ આવકાર દાયક છે.
આદિવાસીઓ પોતાની આગવી ઓળખ, ખાન-પાન, રહેણીકરણી, રીતરિવાજો ધરાવે છે, સ્વભાવે ભોળી પ્રકૃતિ પ્રેમી આદિવાસી પ્રજાના પ્રેમાળ સ્વભાવથી પ્રભાવિત થતી મસુરીની આઈ.એ.એસ. ટ્રેઈની શ્રીમતી પુજા ખેડકરે જણાવ્યું કે, અહીંની કલા અને સંસ્કૃતિ સમૃધ્ધ છે, શિક્ષણ અને આરોગ્યને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યુ છે, બાળ અને માતા મૃત્યુદરનું નહિંવત પ્રમાણ અને જેન્ડર રેશિયાનું પ્રમાણ ખુબ સરાહનીય છે.
આંગણવાડી કેન્દ્ર ખાતે પણ બાળકો, સગર્ભા-ધાત્રી માતાઓને પુરુ પાડવામાં આવતા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર આપવામાં આવી રહ્યું છે, અંતરિયાળ વિસ્તાર હોવા છતા એનિમિયા રોગને નિયંત્રિત કરવા માટે ચાલી રહેલા કાર્યક્રમો સરકારશ્રીની સફળતાને ચિન્હિત કરે છે. આયુષ્માન ભારત કાર્ડ થકી ગ્રામજનો આર્થિક અને માનસિક રીતે નિશ્ચિંત થયા છે. ઉપરાંત સરકારશ્રીની અનેકવિધ યોજનાઓનો અમલ ખુબ સરસ રીતે થયો છે જેના ફળો છેવાડાના લોકો પણ ચાખી રહ્યાં છે તેમ શ્રીમતી ખેડકરે ઉમેર્યુ હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે, સર્વ ટ્રેઈની અધિકારીશ્રીઓએ આદિજાતિ જીવનશૈલીથી પરિચિત થવા માટે ગામના સરપંચશ્રી, સભ્યો, ગ્રામજનો, સરકારશ્રીની યોજનાકીય સાધન-સહાય મેળવનાર લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. ટ્રેઈનીઓએ આંગણવાડી અને શાળાના બાળકો સાથે યાદગાર ક્ષણો વ્યતિત કર્યા હતા. ઉપરાંત ગામમાં ઉપલબ્ધ મૂળભૂત અને માળખાગત સુવિધાઓની સ્થળ મુલાકાત કરીને માહિતગાર થયા હતા.
નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ પણ સર્વ આઈ.એ.એસ. ટ્રેઈની સાથે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મુલાકાત કરીને જિલ્લાના પર્યટન, આરોગ્ય, શિક્ષણ, આદિજાતિ ઉત્કર્ષ, રોજગાર લક્ષી તાલીમ, સરકારશ્રીના ઝુંબેશ, મહિલા ઉત્કર્ષ માટેના પ્રયાસો સહિત સરકારશ્રીના અનેકવિધ કાર્યક્રમો થકી કેવી રીતે લોકોના જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય તે સંદર્ભે માર્ગદર્શિત કરીને શુભેચ્છા પાઠવી હતી.

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button